Get News Alerts

Never miss breaking news updates.

પ્રધાનમંત્રી મોદીની ઈંધણ બચત અપીલ બાદ રાજસ્થાન ડેપ્યુટી સીએમ દીયા કુમારીનું ટ્રેન પ્રવાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈંધણ બચાવવા માટે જાહેર કરી ત્યારથી દેશના મોટા નેતાઓ બાઈક અથવા બસોમાં મુસાફરી કરી રહ્યા છે. તેવામાં રાજસ્થાનના ડેપ્યુટી મુખ્યમંત્રી દીયા કુમારીએ રવિવારે જયપુર રેલવેનો ઉપયોગ કર્યો હતો. જેમાં તે અજમેર સુધી ટ્રેનની મુસાફરી કરી હતી. આ જાણકારી તેમને પોતાના એક્સ પર પોસ્ટ કરી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 May 2026 01:06 PM IST
પ્રધાનમંત્રી મોદીની ઈંધણ બચત અપીલ બાદ રાજસ્થાન ડેપ્યુટી સીએમ દીયા કુમારીનું ટ્રેન પ્રવાસ કર્યોપ્રધાનમંત્રી મોદીની ઈંધણ બચત અપીલ બાદ રાજસ્થાન ડેપ્યુટી સીએમ દીયા કુમારીનું ટ્રેન પ્રવાસ કર્યો

જયપુર, 17 મે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવા અને જાહેર પરિવહનનો ઉપયોગ વધારવાની અપીલ બાદ રાજસ્થાનની ડેપ્યુટી મુખ્યમંત્રી દીયા કુમારીએ રવિવારે જયપુર રેલવે સ્ટેશનથી અજમેર સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી.

પ્રવાસ દરમિયાન દીયા કુમારીએ સહ-યાત્રીઓ સાથે વાતચીત કરી હતી અને “રાષ્ટ્ર પ્રથમ”ના વિચારને મહત્વ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે વિકાસ સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા બચત અને જાહેર પરિવહનને જનઆંદોલન તરીકે પ્રોત્સાહન આપવાની જરૂર છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું કે પ્રધાનમંત્રીના પ્રેરણાદાયક આહ્વાનને અનુસરતા તેમણે ભારતીય રેલવે દ્વારા અજમેર સુધીનો પ્રવાસ કર્યો અને યાત્રીઓના અનુભવ પણ જાણ્યા.

આ વચ્ચે ભાજપે “મેરા ભારત, મેરા યોગદાન” નામે રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે, જેના અંતર્ગત નાગરિકોને ઊર્જા બચત, સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ અને અનાવશ્યક ખર્ચ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

સરકારી અને રાજકીય સ્તરે પણ ઈંધણ બચત માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં કેટલાક નેતાઓ મેટ્રો અને ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે તેમજ કાફલાની સાઈઝ ઘટાડવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.