અરવલ્લીમાં સ્ટેટ મોનીટરિંગ સેલનો મોટો દરોડો: માલપુરમાં ₹29.90 લાખનો દારૂ અને કાર સહિત મુદ્દામાલ જપ્ત

અરવલ્લી: ગુજરાતમાં દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગર સતત કડક કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી કિયા સેલ્ટોસ કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કાલીયાકુવા બોર્ડરથી માલપુર તરફ આવી રહેલી કિયા સેલ્ટોસ કાર (GJ 01 WB 6646)ને સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે અટકાવી તપાસ...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

અરવલ્લી: ગુજરાતમાં દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગર સતત કડક કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી કિયા સેલ્ટોસ કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કાલીયાકુવા બોર્ડરથી માલપુર તરફ આવી રહેલી કિયા સેલ્ટોસ કાર (GJ 01 WB 6646)ને સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનાં કુલ 2,623 ટીન અને બોટલો મળી આવી હતી.

ઝડપાયેલા દારૂના જથ્થાની અંદાજિત કિંમત ₹9,90,543 હોવાનું સામે આવ્યું છે. જ્યારે કાર સહિત કુલ ₹29,90,543નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઓમપ્રકાશ અમરચંદ ડાંગીની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરતી ગેંગનો પર્દાફાશ થયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

તપાસમાં અન્ય ત્રણ આરોપીઓ જયંતી ગટુજી યાદવ, રવી ડામોર અને રતન મારવાડીના નામ પણ સામે આવ્યા છે. હાલ ત્રણેયને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને તેની પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે.