Get News Alerts

Never miss breaking news updates.

Tiger Shroff Shooter: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા 3 શૂટરની કોટામાં ધરપકડ, ટ્રેન દ્વારા દિલ્હી જઈ રહ્યા હતા

Tiger Shroff Shooter: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા 3 આરોપીઓની રાજસ્થાનના કોટામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાં સવાર હતા.
Nancy ShuklaUpdated on: 19 Oct 2026 02:56 PM IST
Tiger Shroff Shooter: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા 3 શૂટરની કોટામાં ધરપકડ, ટ્રેન દ્વારા દિલ્હી જઈ રહ્યા હતાTiger Shroff Shooter: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા 3 શૂટરની કોટામાં ધરપકડ, ટ્રેન દ્વારા દિલ્હી જઈ રહ્યા હતા

Tiger Shroff Shooter

Tiger Shroff Shooter: બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ પર ગોળીબાર કરનારા 3 આરોપીઓની રાજસ્થાનના કોટામાં ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ મુંબઈથી દિલ્હી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. કોટા પોલીસે પણ પુષ્ટિ કરી છે કે ત્રણેય શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. તેમને કોટા રેલ્વે સ્ટેશન પર પકડવામાં આવ્યા હતા.

રેલ્વે કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી રામસ્વરૂપે પણ ટાઈગર પર હુમલામાં સામેલ 3 શૂટરની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમને એમ પણ કહ્યું કે કોટા સિવાય અન્ય કોઈ પણ જગ્યાએથી પોલીસ આ કાર્યવાહીમાં સામેલ ન હતી. આ કામગીરી ફક્ત કોટા પોલીસ દ્વારા જ હાથ ધરવામાં આવી હતી અને કોટા પોલીસે મોટી સફળતા મેળવી હતી.

રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં 3 બાઈક સવાર હુમલાખોરોએ ટાઈગર શ્રોફની કાર પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ટાઈગરને ગોળી વાગી ન હતી, પરંતુ તેને થોડી ઈજાઓ થઈ હતી. પરંતુ તેના ડ્રાઈવર ફિરદોસ બલોચના હાથમાં ગોળી વાગી હતી. ચવ્હાણ તરીકે ઓળખાતા અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી હતી. બંને હાલમાં હોસ્પિટલમાં છે અને ખતરાની બહાર છે.

હુમલાખોરોમાં એક 17 વર્ષનો છોકરો હતો

  1. ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં એક આરોપીનું નામ ઋત્વિક કુમાર છે. તેના પિતાનું નામ રામુ મહતો છે, અને તે બિહારના બેગુસરાયનો છે. તે મુંબઈમાં રેપિડો ચલાવતો હતો.

  2. બીજા આરોપીનું નામ રેહાન છે, જે 18 વર્ષનો છે. તેના પિતાનું નામ ઋષિઉદ્દીન અંસારી છે, અને આરોપી હરિયાણાના સોનીપતનો રહેવાસી છે.

  3. ત્રીજો આરોપી સગીર છે. તે 17 વર્ષનો છે અને હરિયાણાના સોનીપતનો રહેવાસી છે.

મુંબઈ પોલીસે 15 ટીમ બનાવી હતી

મુંબઈ પોલીસે ટાઈગર શ્રોફ પર હુમલાખોરોને પકડવા માટે 15 ખાસ ટીમ બનાવી હતી. હુમલામાં વપરાયેલી પલ્સર બાઈક પોલીસે પહેલાથી જ જપ્ત કરી લીધી છે. આ પછી વિવિધ શહેરોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એવી આશંકા હતી કે હુમલાખોરો મુંબઈથી ભાગી શકે છે.

આ પણ વાંચો: Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ લોરેન્સ ગેંગે આપી ધમકી, મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.