
Ahmedabad Road Repairing: અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ માર્ગોની સ્થિતિ સુધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ મરામત અને માર્ગ સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ...

Rajkot : જિલ્લામાં આવેલા ડેમોના કેચમેન્ટ વિસ્તારમાં અત્યાર સુધીમાં સરેરાશ 15થી 16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અનેક ડેમોમાં પાણીનો જથ્થો હજુ પણ તેમની કુલ ક્ષમતાની સરખામણીએ ઓછો છે.

Amreli : સાંજના સમયે જાફરાબાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અચાનક વરસાદી માહોલ સર્જાતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી હતી.

Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ ખાતે આજે દિવસ દરમિયાન ભારે બફારા અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બફારા બાદ મેઘરાજાએ પધરામણી કરતાં બગદાણા

Somnath: મેઘરાજાની અમીવર્ષા, ‘હર હર મહાદેવ’ના નાદ અને ભક્તિભાવથી છલકાતા વાતાવરણ વચ્ચે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં પવિત્ર શ્રાવણ માસનો ભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ભક્તોએ પ્રાતઃ આરતીના દર્શન કરી મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઇવે વરસાદ બાદ બિસમાર બનતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે રોડનું સત્વરે સમારકામ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અરવલ્લી જિલ્લાના બાયડમાં RCC રોડની કામગીરી અને તેની ગુણવત્તાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે રોડ બન્યાને હજુ માત્ર છ મહિના જેટલો સમય થયો હોવા છતાં તેના પર ઊંડા ખાડા પડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

રાજકોટ શહેરના બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં મોડી રાત્રે જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. મોડાસા શહેરમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગત રાતથી શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. અત્યાર સુધીમાં રાજકોટમાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા કલેક્ટરે શનિવાર, 1 ઓગસ્ટના રોજ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

માઉન્ટ આબુ: રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસી રહેલા વરસાદ બાદ કુદરતે મનમોહક રૂપ ધારણ કર્યું છે. હરિયાળીથી છવાયેલા ડુંગરો, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને પર્વતો પરથી વહેતા ઝરણાંઓના અદભૂત નજારાને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર અને મિત્રો સાથે માઉન્ટ આબુ પહોંચી વરસાદી વાતાવરણની મજા માણી રહ્યા છે. વરસાદ...

હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં લોકોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. સતત વાદળછાયા વાતાવરણ અને છૂટાછવાયા વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. કામરેજ ચાર રસ્તા નજીક નેશનલ હાઇવે-48નો સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. વરસાદી પાણીના નિકાલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ છતાં દર વર્ષની જેમ ફરી એ જ સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.