Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં વરસાદી માહોલ: પોપટપરાનું નાડું બંધ કરાયું, મનપા કમિશનરે કરી મુલાકાત

હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગત રાતથી શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. અત્યાર સુધીમાં રાજકોટમાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
Admin
AdminUpdated on: 01 Aug 2026 01:51 PM IST
રાજકોટમાં વરસાદી માહોલ: પોપટપરાનું નાડું બંધ કરાયું, મનપા કમિશનરે કરી મુલાકાતરાજકોટમાં વરસાદી માહોલ: પોપટપરાનું નાડું બંધ કરાયું, મનપા કમિશનરે કરી મુલાકાત

હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગત રાતથી શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. અત્યાર સુધીમાં રાજકોટમાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

વરસાદને પગલે શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલા નાડામાં પાણીનો પ્રવાહ વધતા મહાનગરપાલિકા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અવરજવર માટે નાડું બંધ કરવામાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ પોપટપરા નાડાની મુલાકાત લઈને સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પોપટપરા નાડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે મનપા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવશે.

મનપા કમિશનરે જણાવ્યું કે વરસાદ દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પાણી ભરાવાની સમસ્યાવાળા વિસ્તારોમાં જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે અને કાયમી ઉકેલ માટે આયોજન કરવામાં આવશે.             

હાલ રાજકોટ શહેરમાં વરસાદી સ્થિતિ પર મહાનગરપાલિકા તંત્રની નજર છે. નાગરિકોને પણ પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.