Ahmedabadમાં વરસાદ બાદ રોડ રિપેરિંગ કામગીરીનું મેયરે રાત્રિ નિરીક્ષણ કર્યું, વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જઈ કરી સમીક્ષા



Ahmedabad Road Repairing
Ahmedabadમાં વરસાદ બાદ રોડ રિપેરિંગ કામગીરીનું મેયરે રાત્રિ નિરીક્ષણ કર્યું, વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જઈ કરી સમીક્ષા



Ahmedabad Road Repairing
Ahmedabad Road Repairing: અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ માર્ગોની સ્થિતિ સુધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ મરામત અને માર્ગ સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીની ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરવા મેયર હિતેશભાઈ બારોટે ગત રાત્રે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મેયરે વિવિધ સ્થળોએ ચાલી રહેલી કામગીરીની ગુણવત્તા, કામગીરીની ગતિ અને તકનીકી પાસાઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. સાથે જ કામગીરીમાં જરૂરી માર્ગદર્શન આપી નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે રીતે કામ ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.

દરિયાપુરથી ઈદગાહ સર્કલ સુધી મિલિંગ કામગીરીનું નિરીક્ષણ
મેયરની રાત્રિ સાઇટ વિઝિટની શરૂઆત સેન્ટ્રલ ઝોનથી થઈ હતી. અહીં દરિયાપુર દરવાજાથી ઈદગાહ સર્કલ સુધી ચાલી રહેલી મિલિંગ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાહપુર વોર્ડમાં લીમડા ચોકથી સરકારી લિથો પ્રેસ સુધી ચાલી રહેલી હેન્ડ લેઇંગ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. માર્ગ નિર્માણની ગુણવત્તા અંગે અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવવામાં આવી હતી.

રાણીપ અને સાબરમતીમાં પેચવર્કની સમીક્ષા
રાણીપ વોર્ડમાં શિવશંકર સોસાયટી વિસ્તારમાં ચાલી રહેલી પેચવર્ક કામગીરીનું પણ મેયરે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. જ્યારે સાબરમતી વોર્ડમાં અચેર ગામથી અચેર સ્મશાન તરફ જતા માર્ગ પર ચાલી રહેલી પેચવર્ક કામગીરીની પ્રગતિ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.

સોલા રોડ અને વાડજ વિસ્તારમાં પણ નિરીક્ષણ
નારણપુરા વોર્ડમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન નજીક સોલા રોડ પર ચાલી રહેલી હેન્ડ લેઇંગ અને પેચવર્ક કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન માર્ગની સપાટીની ગુણવત્તા, ટ્રાફિક વ્યવસ્થા અને કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વાડજ વોર્ડમાં સિમંધર સ્ટેટસથી સ્કાયવિન્ડ પાર્ક સુધી ચાલી રહેલી બિટુમિનસ કૉન્ક્રિટ (BC) અને પેવર વર્કની કામગીરીનું પણ રાત્રિના સમયે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભાડજમાં પણ રોડ પેચવર્કની કામગીરીની સમીક્ષા
થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં ભાડજ ગામથી ભાડજ સુપર સિટી રોડ પર હેન્ડ લેઇંગ દ્વારા કરવામાં આવી રહેલી પેચવર્ક કામગીરીની પણ મેયરે સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી. મેયરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે રોડ સુધારણાની કામગીરી ઝડપથી, ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તેમજ કામગીરી દરમિયાન નાગરિકોને ઓછીમાં ઓછી મુશ્કેલી પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. મેયર હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના માર્ગ માળખાને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માટે કોર્પોરેશન દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ મરામત, રિસરફેસિંગ, મિલિંગ અને પેચવર્ક સહિતની કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





