મોડાસામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. મોડાસા શહેરમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
Growth Now News
Growth Now News
મોડાસામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાનમોડાસામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. મોડાસા શહેરમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
 
મોડાસા શહેરના નવીન બસ પોર્ટના પાછળના ભાગમાં આવેલા રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત લક્ષ્મી સોસાયટીના માર્ગ પર પણ પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન બન્યા છે.

ભારે વરસાદના કારણે મોડાસા ચાર રસ્તા, મેઘરજ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.

અચાનક પડેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ આગામી કલાકોમાં પણ યથાવત રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

મોડાસામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ પર ઢીંચનસમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન