બાયડમાં RCC રોડની ગુણવત્તા સામે સવાલો, માત્ર 6 મહિનામાં પડ્યા ઊંડા ખાડા

અરવલ્લી જિલ્લાના બાયડમાં RCC રોડની કામગીરી અને તેની ગુણવત્તાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે રોડ બન્યાને હજુ માત્ર છ મહિના જેટલો સમય થયો હોવા છતાં તેના પર ઊંડા ખાડા પડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.
Growth Now News
Growth Now News
બાયડમાં RCC રોડની ગુણવત્તા સામે સવાલો, માત્ર 6 મહિનામાં પડ્યા ઊંડા ખાડાબાયડમાં RCC રોડની ગુણવત્તા સામે સવાલો, માત્ર 6 મહિનામાં પડ્યા ઊંડા ખાડા

અરવલ્લી જિલ્લાના બાયડમાં RCC રોડની કામગીરી અને તેની ગુણવત્તાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે રોડ બન્યાને હજુ માત્ર છ મહિના જેટલો સમય થયો હોવા છતાં તેના પર ઊંડા ખાડા પડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સામાન્ય વરસાદ બાદ જ RCC રોડની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રોડ પર અનેક જગ્યાએ મોટા અને ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે. સ્થિતિ એવી બની છે કે રોડની હાલત જોઈને જાણે ચંદ્ર પર જોવા મળતા ખાડા જેવા દૃશ્યો નજરે પડી રહ્યા હોય તેવો અહેસાસ થાય છે.

રોડની આ સ્થિતિને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વરસાદ દરમિયાન ખાડામાં પાણી ભરાઈ જતા અકસ્માતનો ભય પણ વધી શકે છે.

માત્ર છ મહિનામાં જ રોડની ગુણવત્તાની પોલ ખુલી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર રોડની કામગીરીની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

સાથે જ રોડની ગુણવત્તા ખરાબ હોવાનું તપાસમાં સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.