
Iran America War : ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને તણાવ વચ્ચે ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ રિયર એડમિરલ હબીબોલ્લાહ સય્યારીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી લશ્કરી ચેતવણી આપતાં 1000 મિસાઈલો ‘લોક એન્ડ લોડેડ’ હોવાનો દાવો કર્યો છે. ટ્રમ્પના આક્રમક નિવેદન સામે ઈરાને પણ નમતું જોખવાનો ઈનકાર કરતાં વળતા પ્રહારની ચેતવણી આપી છે. બંને દેશોના આકરા વલણ વચ્ચે પશ્ચિમ એશિયામાં મોટા સૈન્ય સંઘર્ષનો ખતરો ફરી ઘેરાયો છે.

America Iran War: ઇરાને અમેરિકા સાથે વાતચીત બંધ કરવાની જાહેરાત કરી છે. લેબનાન પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા સતત હુમલાઓને કારણે ઇરાને આ જાહેરાત કરી છે. ઇરાન મધ્યસ્થીઓના માધ્યમથી અમેરિકાને કોઈ સંદેશ નહીં મોકલે. લેબનાન અને ગાઝા સાથે જોડાયેલી ઇરાનની શરતો જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી ફરીથી વાતચીત ચાલુ નહીં કરે.

Iran America Deal: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે 60 દિવસના સંભવિત યુદ્ધવિરામ કરાર અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રસ્તાવિત કરારમાં ઇરાનને $300 બિલિયન (આશરે ₹28.5 લાખ કરોડ)નું પુનર્નિર્માણ ભંડોળ પૂરું પાડવાનો અને અમેરિકન કંપનીઓને ઇરાનમાં રોકાણ કરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે.

Iran America Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનમાંથી ઘણા ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે, જેમાં સામાન્ય નાગરિકોને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ વીડિયોમાં નાના બાળકો, યુવાનો, છોકરીઓ અને વૃદ્ધોને પણ AK-47 જેવી રાઈફલનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવી રહ્યું છે.

Iran America Tension: ઇરાને અમેરિકાને મોકલેલા નવા પ્રસ્તાવમાં બંને દેશો વચ્ચે જવાબદાર 30 મુદ્દા ઉકેલવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામને વધારવાની જગ્યાએ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. ઇરાની સરકાર સાથે જોડાયેલા મીડિયાએ આ સમાચાર આપ્યા હતા.

Iran America Tension: અમેરિકાએ વૈશ્વિક શિપિંગ કંપનીઓને કડક શબ્દોમાં સૂચના આપી છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત જવા માટે ઇરાનને કોઈપણ પ્રકારનો ટેક્સ આપવાની જરૂર નથી. અમેરિકી ટ્રેઝરી અંતર્ગત કામ કરનારા ઓફિસ ઓફ ફોરેઇન એસેટ કન્ટ્રોલે જણાવ્યુ છે કે, આવું કરનારી કંપનીઓને કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

Iran Oil Stucks: યુએસ નેવી દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઈરાનને મોટો આર્થિક ફટકો પડ્યો છે. પેન્ટાગોનના અંદાજ મુજબ, આ નાકાબંધીને કારણે ઈરાને આશરે $4.8 બિલિયન તેલની આવક ગુમાવી છે. રિપોર્ટ અનુસાર, ગલ્ફ ક્ષેત્રમાં આશરે 31 ટેન્કર ફસાયેલા છે, જે આશરે 53 મિલિયન બેરલ તેલ વહન કરે છે. આ ઉપરાંત બે ટેન્કર જપ્ત કરવામાં આવ્યા છે, જેના કારણે ઈરાનની તેલ નિકાસ પર ગંભીર અસર પડી છે.

Iran America Tension: સોમવારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ રાષ્ટ્રપતિ પુતિને ઈરાનને મજબૂત ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયા ઈરાન અને મધ્ય પૂર્વના શ્રેષ્ઠ હિતમાં કંઈ પણ કરવા તૈયાર છે. રશિયા આ ક્ષેત્રમાં શાંતિ લાવવા માટે શક્ય તેટલું બધું કરશે.

Iran America Tension: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના ઉકેલ માટે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે શાંતિ વાટાઘાટોના બીજા રાઉન્ડ અંગે ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સોમવારે રશિયા પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન તેમણે ઇસ્લામાબાદની તેમની યાત્રાને સફળ ગણાવી હતી.

Iran America Tension: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાનના નાયબ વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી રશિયા પહોંચ્યા તે જ સમયે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કડક અને આક્રમક નિવેદન આપ્યું છે.

Donald Trump: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ દુનિયા માટે અગમ્ય બની રહ્યું છે. એક તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત નિવેદનો આપી રહ્યા છે કે, તેઓ ઈરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા માંગે છે, પરંતુ બીજી તરફ, અમેરિકાની કાર્યવાહી સંપૂર્ણપણે વિરુદ્ધ લાગે છે.

Iran America Tension: ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસનું ગંભીર સંકટ ઉભું થયું છે. જેના કારણે ઈરાન-અમેરિકા મંત્રણામાં પાકિસ્તાનની મધ્યસ્થી જોખમમાં મુકાઈ ગઈ છે. ઈરાનના સરકારી મીડિયાએ પાકિસ્તાન પર સીધો આરોપ લગાવ્યો છે કે, તે અમેરિકા સાથે મળીને "ડબલ ગેમ" રમી રહ્યું છે અને પ્રામાણિકપણે મધ્યસ્થી કરી રહ્યું નથી. ઈરાનની સૌથી મોટી નારાજગી પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર પ્રત્યે છે. ઈરાનના સરકારી ટેલિવિઝને પાકિસ્તાનની ભૂમિકા પર અત્યાર સુધીનો સૌથી આકરો હુમલો શરૂ કર્યો છે.

Iran America Tension: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતે ખાડી દેશો સાથે સંબંધો અને સંપર્કોને વધુ મજબૂત બનાવ્યા છે. સરકારનું મુખ્ય ધ્યાન ઉર્જા સુરક્ષા, ભારતીય નાગરિકોની સુરક્ષા અને વેપાર હિતોના રક્ષણ પર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કરવામાં આવી રહી છે.

Iran America Tension: ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલે મંગળવારે એક ઓન-સ્ક્રીન ચેતવણી જાહેર કરીને કહ્યું કે, ‘કોઈ ઈરાની પ્રતિનિધિમંડળ હજુ સુધી ઇસ્લામાબાદની મુલાકાતે આવ્યું નથી.’ આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા સાથે સંભવિત વાટાઘાટો અંગે અટકળો ચાલી રહી છે.

Iran America Tension: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર દબાણ વધારવા માંગે છે, તેથી સોમવારે યુએસ સૈન્ય નાકાબંધી શરૂ કરવા માટે તૈયાર હોય તેવું લાગતું હતું. જેમાં ઈરાનના તમામ બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી શિપિંગને અવરોધિત કરવામાં આવ્યું હતું.