હોર્મુઝમાં ટોલ મામલે બબાલઃ અમેરિકાએ કંપનીઓને કહ્યું - ઇરાનને એકપણ રૂપિયો આપ્યો તો...



ફાઇલ તસવીર
હોર્મુઝમાં ટોલ મામલે બબાલઃ અમેરિકાએ કંપનીઓને કહ્યું - ઇરાનને એકપણ રૂપિયો આપ્યો તો...



ફાઇલ તસવીર
Iran America Tension: અમેરિકાએ વૈશ્વિક શિપિંગ કંપનીઓને કડક શબ્દોમાં સૂચના આપી છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત જવા માટે ઇરાનને કોઈપણ પ્રકારનો ટેક્સ આપવાની જરૂર નથી. અમેરિકી ટ્રેઝરી અંતર્ગત કામ કરનારા ઓફિસ ઓફ ફોરેઇન એસેટ કન્ટ્રોલે જણાવ્યુ છે કે, આવું કરનારી કંપનીઓને કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
અમેરિકાના જણાવ્યા પ્રમાણે, આ ટેક્સ માત્ર રૂપિયા સુધી સિમિત નથી. તેમાં ડિજિટલ કરન્સી, વસ્તુઓ, ગેરકાયદેસર લેવડદેવડ અને દાન પણ સામેલ છે. જો કોઈ કંપની ઇરાનથી સુરક્ષિત માર્ગની સામે ટોલ આપે છે, તો તેને કડક પ્રતિબંધનો સામનો કરવો પડશે.
જો કે, હાલ ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાં મજબૂત પકડ બનાવી લીધી છે. રિપોર્ટ્સ પ્રમાણે, ઇરાને જહાજોને તેની સુરક્ષિત રસ્તો આપવા માટે ટેક્સ ઉઘરાવવાનો ચાલુ કર્યો છે. આ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વના ઊર્જા માગમાંથી એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ અને ગેસનો મોટો જથ્થો નીકળે છે.
એવામાં ત્યાં વધતો તણાવ દુનિયાના ઊર્જા બજારને અસર કરી શખે છે. તે દરમિયાન અમેરિકાએ ઇરાન સામે કડક પગલાં લેતા નૌસેનિક નાકાબંધી કરી દીધી છે. જેથી ઇરાનના તેલ નિર્યાતને રોકી શકાય અને તેના પર આર્થિક દબાણ વધારી શકાય.




