નહીં ખૂલે હોર્મુઝ, ઇઝરાયલે કર્યો કાંડ તો ઇરાને કર્યું મોટું એલાન



નહીં ખૂલે હોર્મુઝ, ઇઝરાયલે કર્યો કાંડ તો ઇરાને કર્યું મોટું એલાન



America Iran War: ઇરાને અમેરિકા સાથે વાતચીત બંધ કરવાની જાહેરાત કરી છે. લેબનાન પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા સતત હુમલાઓને કારણે ઇરાને આ જાહેરાત કરી છે. ઇરાન મધ્યસ્થીઓના માધ્યમથી અમેરિકાને કોઈ સંદેશ નહીં મોકલે. લેબનાન અને ગાઝા સાથે જોડાયેલી ઇરાનની શરતો જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી ફરીથી વાતચીત ચાલુ નહીં કરે.
‘લેબનાન પર હુમલા અસ્વીકાર્ય’
ઇરાને કહ્યુ કે, ઇઝરાયલ સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી તસનીમે તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, લેબનાનમાં સતત ઇઝરાયલ હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલે લેબનાન સહિત તમામ મોરચે ઉલ્લંઘન કર્યું છે. આ માટે ઇરાનની વાર્તાકાર ટીમ મધ્યસ્થીઓ દ્વારા ચાલતી વાતચીત રોકી લીધી છે.
અમેરિકા-ઇરાન વચ્ચે કરવામાં આવેલા સિઝફાયરના પ્રયત્નો માટે આ ઝટકા સમાન છે. આ સાથે દુનિયાના સૌથી મહત્વના ઊર્જા પરિવહન માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના ખૂલવાની અટકળોનો અંત આવી ગયો છે. તસનીમના રિપોર્ટમાં તેલની કિંમતોમાં 5 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે.
ઇરાન ઘણાં સમયથી માગણી કરતું હતું
ઇરાન ઘણાં સમયથી માગ કરી રહ્યું હતું કે, સિઝફાયર માત્ર અમેરિકા પૂરતું જ નહીં તેના સહયોગીઓની કાર્યવાહીમાં પણ સામેલ હોવું જોઈએ. તસનીમે જણાવ્યું કે, જ્યાં સુધી લેબનાન અને ગાઝામાં ઇઝરાયલી સેનાનું ઓપરેશન રોકવા માટે ઇરાનની માગણીઓ પૂરી નહીં થાય, ત્યાં સુધી આગળ કોઈ કૂટનીતિક વાતચીત થશે નહીં.




