Get News Alerts

Never miss breaking news updates.

ઇરાનનો અંતિમ દાવઃ ટ્રમ્પને મોકલી નવી ઓફર, કહ્યું - 30 દિવસમાં યુદ્ધ પૂરું...

Iran America Tension: ઇરાને અમેરિકાને મોકલેલા નવા પ્રસ્તાવમાં બંને દેશો વચ્ચે જવાબદાર 30 મુદ્દા ઉકેલવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામને વધારવાની જગ્યાએ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. ઇરાની સરકાર સાથે જોડાયેલા મીડિયાએ આ સમાચાર આપ્યા હતા.
Admin
AdminUpdated on: 03 May 2026 09:02 PM IST
ઇરાનનો અંતિમ દાવઃ ટ્રમ્પને મોકલી નવી ઓફર, કહ્યું - 30 દિવસમાં યુદ્ધ પૂરું...ઇરાનનો અંતિમ દાવઃ ટ્રમ્પને મોકલી નવી ઓફર, કહ્યું - 30 દિવસમાં યુદ્ધ પૂરું...

ફાઇલ તસવીર

Iran America Tension: ઇરાને અમેરિકાને મોકલેલા નવા પ્રસ્તાવમાં બંને દેશો વચ્ચે જવાબદાર 30 મુદ્દા ઉકેલવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામને વધારવાની જગ્યાએ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. ઇરાની સરકાર સાથે જોડાયેલા મીડિયાએ આ સમાચાર આપ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે, તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે ઇરાન સાથે એક નવા પ્રસ્તાવ પર મંથન કરી રહ્યા છે. પરંતુ તેમણે ઇરાન સાથે કોઈપણ સમજૂતી થાય તે અંગે શંકા વ્યક્ત કરી હતી. ઇરાનના સુરક્ષા પ્રતિષ્ઠાનો સાથે ઘનિષ્ઠ સંબંધ રાખનારા અર્ધસરકારી નૂર ન્યૂઝ એજન્સીએ સમાચાર આપ્યા હતા કે, ખાડી દેશ તરફથી મોકલવામાં આવેલા 14 સૂત્રી પ્રસ્તાવમાં યુદ્ધવિરામનો સમય વધારવાની જગ્યાએ યુદ્ધ સમાપ્ત કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું છે કે, અમેરિકાની નવ સૂત્રી યોજનાના જવાબમાં મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં અમેરિકા પાસે ઇરાન પર મૂકેલા પ્રતિબંધ હટાવવા, નૌસેનિક નાકાબંધી સમાપ્ત કરવા, ઇરાની વિસ્તારમાંથી સેના પાછી ઠેલવવા અને લેબનાનમાં ઇઝરાયલના સૈન્ય અભિયાનો સહિત તમામ પ્રકારની શત્રુતા સમાપ્ત કરવાની વાત કરવામાં આવી છે.

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઇરાને પાકિસ્તાની મધ્યસ્થતા પાસે જવાબ મોકલાવડાવ્યો છે. પાકિસ્તાન ઇરાન અને અમેરિકા વચ્ચે પહેલી સીધી વાતચીતમાં યજમાન બન્યો હતો. આ દરમિયાન ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અઘરાચીએ રવિવારે ઓમાનના પોતાના સમકક્ષ બદર અલ બુસૈદી સાથે વાતચીક કરી હતી, જેમણે ઇરાન-અમેરિકા વાતચીત દરમિયાન મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવાની એક નવી યોજના મૂકી છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરનો મોટાભાગનો ઓઇલ અને ગેસનો જથ્થો આ જ રસ્તેથી વહન થાય છે.

ઇરાની સંસદના ઉપાધ્યક્ષ અલી નિકઝાદે રવિવારે કહ્યુ હતુ કે, ઇરાન હોર્મુઝ સ્ટ્રેટ અંગે પોતાના મંતવ્યથી પીછેહઠ નહીં કરે અને યુદ્ધ પૂર્વની સ્થિતિમાં ફરીથી નહીં જાય. તેમણે કહ્યુ કે, હોર્મુઝ સ્ટ્રેટ ઇસ્લામિક ગણરાજ્ય ઇરાનનું છે. નિકઝાદે કહ્યુ કે, દેશ યુદ્ધ દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા વ્યવસાયો અને સંપત્તિની ભરપાઈ કરવા માટે કામ કરી રહ્યું છે અને ટ્રમ્પની નાકાબંધી યોજના ચોક્કસપણે નિષ્ફળ જવાની છે.

નોર્વેની નોબેલ પ્રાઇઝ સમિતિએ ઇરાનને આગ્રહ કર્યો છે કે, જેલમાં બંધ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીની બગડતી તબિયતને ધ્યાને રાખીને તાત્કાલિક તહેરાનમાં સારવાર માટે ખસેડવામાં આવે. સમિતિએ કહ્યું કે, તેઓ મોહમ્મદીના પરિવાર અને વકીલના સંપર્કમાં છે. ઉપચાર વગર વર્ષ 2023ના નોબેલ પ્રાઇઝ વિજેતાનું જીવન ખતરામાં છે. મોહમ્મદી શુક્રવારે ઉત્તર પશ્ચિમી શહેર જંજનની જેલમાં બે વખત બેહોશ થઈ ગઈ હતી. તેમના ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોહમ્મદીના વકીલોએ કહ્યુ છે કે, તેમને માર્ચના અંતમાં હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.