
AI Technology: ઇન્ફોસિસના સહ-સ્થાપક અને NTAના પરીક્ષા સુધારાઓ માટે રચાયેલા ઉચ્ચસ્તરીય કાર્યબળના અધ્યક્ષ નંદન નીલેકણિએ જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને મોટા પાયે સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં ભારત નેતૃત્વ કરશે.

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલા બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમને સંબોધિત કરતાં કહ્યું હતું કે 21મી સદીમાં ડેટા, જ્ઞાન અને ઇનોવેશન જ શક્તિના મુખ્ય સ્ત્રોત છે.

5G network India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026 (IMC 2026)ના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું.

BRICS 2026: ભારતની BRICS અધ્યક્ષતા 2026 અંતર્ગત દૂર સંચાર વિભાગ (DoT) દ્વારા પુણેમાં 17થી 21 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસીય BRICS ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT) ટ્રેકનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય BRICS દેશો વચ્ચે ડિજિટલ સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને સુરક્ષિત, સમાવેશી તથા મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

નવી દિલ્હી: UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે UPI દ્વારા પેમેન્ટ કરનારા સામાન્ય નાગરિકો પાસેથી કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવશે નહીં. એટલું જ નહીં, વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે થતા તમામ UPI ટ્રાન્ઝેક્શન પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. વેપારીઓ માટે પણ મોટાભાગના ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે વિત્ત મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે...

Thakkarbapanagar Aadhaar Center: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘરઆંગણે સરળ, ઝડપી અને સુલભ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે શહેરના ઠક્કરબાપાનગર વોર્ડમાં નવા આધાર નોંધણી અને અપડેશન કેન્દ્રનો આજથી (03 ઓગસ્ટ, 2026) પ્રારંભ કરવામાં આવ્યો છે. મેયર હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાગરિક કેન્દ્રિત સેવાઓને વધુ...

દેશના ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી દિશા આપતી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે ગ્વાલિયરમાં દેશનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન (TMZ) સ્થાપવા માટે કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે.

દેશના કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવના જન્મદિવસ નિમિત્તે દેશભરના અનેક રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. વિવિધ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સફળ જાહેર જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધતા ભારતની ઝડપી આર્થિક પ્રગતિ અને વૈશ્વિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજે ભારત વિશ્વને વિકાસનું નવું મોડેલ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને અનેક ક્ષેત્રોમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે.

કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી 'ડિજિટલ ઇન્ડિયા'પહેલે 1 જુલાઈએ 11 વર્ષ પૂર્ણ કર્યા. આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે આ અભિયાનના કારણે કરોડો લોકોના જીવનમાં સુવિધા, ઝડપ અને નવા અવસરોનો વિસ્તાર થયો છે.

ભારતમાં 5G સેવા શરૂ થયાને લગભગ ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા છે અને હવે દેશ 6G યુગમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે 2030 સુધી દેશમાં 6G સેવા શરૂ કરવાના લક્ષ્ય સાથે રોડમેપ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આ સમગ્ર પહેલમાં સ્વદેશી ટેક્નોલોજી, પેટન્ટ વિકાસ અને સ્થાનિક ઇનોવેશન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્રીય મંત્રીઓએ સરકારની વિવિધ સિદ્ધિઓ અને જનકલ્યાણકારી યોજનાઓને ઉજાગર કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ક્રાંતિ, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને 'વિકસિત ભારત'ના વિઝન તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાંથી દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરીનો ઐતિહાસિક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી 30 જૂન સુધી ચાલશે, જેમાં તમામ માહિતી ડિજિટલ પ્લેટફોર્મ મારફતે એકત્રિત કરવામાં આવશે. આ સાથે 2027માં યોજાનારા બીજા તબક્કામાં વસ્તી ગણતરી સાથે જાતિ ગણતરી પણ કરવામાં આવશે.

ગાંધીનગરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામે મોટું અભિયાન હાથ ધરતાં “ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0” હેઠળ કરોડો રૂપિયાના ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. રાજ્યવ્યાપી આ કાર્યવાહીમાં મ્યૂલ અકાઉન્ટ નેટવર્કને ટાર્ગેટ કરીને અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ અભિયાન સાયબર ગુનાઓના મૂળ સુધી પહોંચી નાગરિકોને સુરક્ષિત બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ ‘જનની’ પ્લેટફોર્મ મહિલાઓના પ્રજનન સમયગાળા દરમિયાનના તમામ આરોગ્ય રેકોર્ડને ડિજિટલ રીતે સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે સંગ્રહિત કરશે. તેમાં ગર્ભાવસ્થા પૂર્વ તપાસ, પ્રસૂતિની તૈયારી, ડિલિવરી, પ્રસૂતિ બાદની સંભાળ, નવજાત શિશુની દેખરેખ, નાના બાળકોની ઘરઆધારિત સંભાળ તેમજ પરિવાર નિયોજન જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.