5G network India: ભારતમાં 55 લાખથી વધુ 5G બેઝ સ્ટેશન, મોબાઇલ ફોન સુશાસનનું સાધન બન્યો



5G network India
5G network India: ભારતમાં 55 લાખથી વધુ 5G બેઝ સ્ટેશન, મોબાઇલ ફોન સુશાસનનું સાધન બન્યો



5G network India
5G network India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026 (IMC 2026)ના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં થયેલા ઝડપી વિકાસ, 5Gના વિસ્તરણ અને 6G માટેની દેશની મહત્વાકાંક્ષાઓ અંગે વાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે ભારતમાં હવે 5G નેટવર્કને સપોર્ટ કરતા 55 લાખથી વધુ બેઝ સ્ટેશન કાર્યરત છે.
2022ની સરખામણીએ મોબાઇલ ઈન્ટરનેટ સ્પીડમાં 10 ગણો વધારો
PM મોદીએ કહ્યું કે વર્ષ 2022માં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના મંચ પરથી ભારતમાં 5Gની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ટેલિકોમ ક્ષેત્રે સતત વિસ્તરણ થયું છે. તેમના જણાવ્યા અનુસાર, 2022ની સરખામણીએ ભારતમાં મોબાઇલ ઈન્ટરનેટની સ્પીડમાં લગભગ 10 ગણો વધારો થયો છે.
વડાપ્રધાને યાદ અપાવ્યું કે 2023માં ચર્ચાનો મુખ્ય વિષય 5G રોલઆઉટથી આગળ વધીને તેની લોકો સુધી પહોંચ વધારવાનો હતો. હવે દેશભરમાં લાખો 5G બેઝ સ્ટેશન કાર્યરત હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો.
‘મોબાઇલ ફોન સુશાસનનું સાધન બની ગયો’
PM મોદીએ કહ્યું કે ભારતનું ટેલિકોમ ક્ષેત્ર હવે માત્ર નેટવર્ક, સ્પેક્ટ્રમ અને ઈન્ટરનેટની સ્પીડ પૂરતું સીમિત નથી. મોબાઇલ કનેક્ટિવિટી નાગરિકોને જરૂરી સરકારી સેવાઓ સાથે જોડવામાં અને જાહેર સેવાઓને વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
તેમણે કહ્યું કે “મોબાઇલ ફોન સુશાસનનું એક સાધન બની ગયો છે.” એક દાયકા પહેલાં ડિજિટલ ડિવાઇડ એક મોટો પડકાર હતો અને નવી ટેક્નોલોજી દરેક વ્યક્તિ માટે સરળતાથી ઉપલબ્ધ નહોતી. ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ દ્વારા આ સ્થિતિ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.
શિક્ષણ, પેમેન્ટ અને આરોગ્ય સેવાઓમાં ડિજિટલ કનેક્ટિવિટી
વડાપ્રધાને જણાવ્યું કે મોબાઇલ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીએ દેશભરમાં શિક્ષણ, ડિજિટલ પેમેન્ટ, આરોગ્ય સેવા અને સરકારી સેવાઓ સુધી પહોંચ વધારવામાં મદદ કરી છે.
તેમણે DIKSHA ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેના પર અત્યાર સુધીમાં લગભગ 500 કરોડ લર્નિંગ સેશન અને 600 કરોડ લર્નિંગ મિનિટ નોંધાઈ છે. સરકારનો હવે આ પ્લેટફોર્મ સાથે 25 કરોડ વિદ્યાર્થીઓને જોડવાનો લક્ષ્યાંક હોવાનું પણ તેમણે જણાવ્યું.
6G તરફ ભારતની નજર
PM મોદીએ કહ્યું કે આ વર્ષના ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની થીમ ‘Expansion Without Boundaries’ છે, જે ભારતના ટેલિકોમ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણના અનુભવને દર્શાવે છે. 2022માં 5Gની શરૂઆતથી લઈને 2024માં ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનની યજમાની સુધીની ભારતની ટેલિકોમ સફરમાં IMCએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું તેમણે જણાવ્યું.
આ પણ વાંચો : Shardiya Navratri 2026: નવરાત્રીના 5 રાજ્ય, 5 રંગ! ક્યાં શું છે ઉજવણીની ખાસ પરંપરા?






