ગુજરાતમાં દેશની પ્રથમ ‘ડિજિટલ વસ્તી ગણતરી’નો પ્રારંભ, પ્રથમ તબક્કો 30 જૂન સુધી ચાલશે



ગુજરાતમાં દેશની પ્રથમ ‘ડિજિટલ વસ્તી ગણતરી’નો પ્રારંભ, પ્રથમ તબક્કો 30 જૂન સુધી ચાલશે



ગાંધીનગર: દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ ગુજરાતમાંથી કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પહેલ હેઠળ દેશની પ્રથમ ‘ડિજિટલ વસ્તી ગણતરી’નો પ્રથમ તબક્કો શરૂ થયો છે, જે 30 જૂન સુધી ચાલુ રહેશે.
આ ડિજિટલ ગણતરીમાં તમામ માહિતી મોબાઇલ એપ્લિકેશન અને ઓનલાઇન સિસ્ટમ દ્વારા એકત્રિત કરવામાં આવશે, જેથી પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને ચોક્કસ બની શકે.
સરકારી માહિતી મુજબ, વસ્તી ગણતરીનો બીજો તબક્કો 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે. આ તબક્કામાં વસ્તી ગણતરીની સાથે સાથે પ્રથમવાર ‘જાતિ ગણતરી’ પણ પૂર્ણ કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આ સંપૂર્ણ ડિજિટલ ગણતરીથી ડેટા મેનેજમેન્ટ વધુ સરળ બનશે અને નીતિ નિર્માણ માટે વધુ સચોટ માહિતી ઉપલબ્ધ થશે.
આ પહેલને ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ ગણાવવામાં આવી રહ્યો છે, જે દેશમાં ટેક્નોલોજી આધારિત ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે.




