
Punjab Bus Accident: નૌશેરા પન્નુઆ ગામ નજીક મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ દોડતી બે બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી.

Chamba Bus Accident: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે સવારે એક ગમખ્વાર બસ અકસ્માત સર્જાયો હતો. ચંબા-બૈરાગઢ માર્ગ પર થયેલા આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બસ અનિયંત્રિત થઈને રસ્તા પરથી નીચે ખાબકી મળતી માહિતી મુજબ, ખાનગી બસ સવારે આશરે 6:30 વાગ્યે બૈરાગઢથી...

રાજસ્થાનના ટોંક જિલ્લામાં નયા ગામ નજીક નેશનલ હાઈવે-52 પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં અંદાજે 25 મુસાફરો સવાર હતા.

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મંગળવારે સવારે અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ ભરેલી બસ અકસ્માતનો ભોગ બની હતી. હરિગનીવાન વિસ્તારમાં બસ અચાનક કાબૂ બહાર જઈને રસ્તા પરથી લપસી જતાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 39 તીર્થયાત્રીઓ ઘાયલ થયા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલીયા ગામ નજીક આજે ક્રિષ્ના નર્સિંગ કોલેજની બસને અકસ્માત નડ્યો હતો. દધાલીયા ગામના તળાવ પાસે બસ અચાનક પલટી જતા બસમાં સવાર વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ, બસમાં ANM, GNM અને B.Sc. નર્સિંગના આશરે 30 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા.

સુરતમાં શ્રીરામ ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે બસમાં સવાર તમામ 21 લોકોનો આબાદ બચાવ થયો છે અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, સુરતથી રાજસ્થાનના રામસીન જઈ રહેલી શ્રીરામ ટ્રાવેલ્સની બસ કોસંબા-ધામરોડ રોડ પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન શિવ શક્તિ નજીક પહોંચતા બસમાં અચાનક આગ લાગી હતી.

ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક ખાનગી બસ ટ્રક સાથે અથડાતા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર અને કંડક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 20થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વડોદરા-જરોદ રોડ પર આવેલા કોટંબી ગામ નજીક બુધવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બાંસવાડાથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ હાઈવે પર આગળ ચાલી રહેલા ટ્રક સાથે પાછળથી જોરદાર રીતે અથડાતા સાત લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. અકસ્માતમાં 8થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

ગાંધીનગરના ચ રોડ પર આજે સવારે કાર, બસ અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા, જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હરિદ્વારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી જતાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી યાત્રા માટે જઈ રહેલી આ બસ અચાનક નિયંત્રણ ગુમાવીને પલટી જતાં એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે 25થી વધુ યાત્રાળુઓ ઘાયલ થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના ચોટીલા પાસે સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટેન્કરનું ટાયર ફાટતા પાછળથી આવતી ખાનગી ટ્રાવેલ્સ તેમાં ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે સર્જાયેલી શોર્ટ સર્કિટમાં આખી બસ ભડભડ સળગી ઉઠી હતી. આ કરુણ દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે.

AMTSની સર્ક્યુલર રૂટ બસ નંબર 400 લાલ દરવાજાથી લાલ દરવાજા તરફ જઈ રહી હતી ત્યારે નારણપુરા ક્રોસિંગ નજીક આ અકસ્માત થયો હતો. અચાનક બ્રેક ફેલ થતાં બસે આગળ જઈ રહેલી કાર અને બે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.