મોડાસાના દધાલીયા ગામ પાસે ક્રિષ્ના નર્સિંગ કોલેજની બસ પલટી, 4 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલીયા ગામ નજીક આજે ક્રિષ્ના નર્સિંગ કોલેજની બસને અકસ્માત નડ્યો હતો. દધાલીયા ગામના તળાવ પાસે બસ અચાનક પલટી જતા બસમાં સવાર વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ, બસમાં ANM, GNM અને B.Sc. નર્સિંગના આશરે 30 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા.
Growth Now News
Growth Now News
મોડાસાના દધાલીયા ગામ પાસે ક્રિષ્ના નર્સિંગ કોલેજની બસ પલટી, 4 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્તમોડાસાના દધાલીયા ગામ પાસે ક્રિષ્ના નર્સિંગ કોલેજની બસ પલટી, 4 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલીયા ગામ નજીક આજે ક્રિષ્ના નર્સિંગ કોલેજની બસને અકસ્માત નડ્યો હતો. દધાલીયા ગામના તળાવ પાસે બસ અચાનક પલટી જતા બસમાં સવાર વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ, બસમાં ANM, GNM અને B.Sc. નર્સિંગના આશરે 30 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા.

વિદ્યાર્થીઓ દધાલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વિસ્તારમાં ચાલી રહેલી પોસ્ટિંગ કામગીરી માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન દધાલીયા ગામના તળાવ પાસે સામેથી એક રિક્ષા આવતા તેને સાઇડ આપવા માટે બસ ચાલકે કટ મારવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રસ્તા પર પલટી ગઈ હતી.

અકસ્મતમાં બસમાં સવાર ચાર જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે દધાલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતમાં અન્ય વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. અકસ્માતને પગલે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.