Get News Alerts

Never miss breaking news updates.

ઇટાવામાં ટ્રક સાથે બસની ભીષણ ટક્કર, ડ્રાઇવર-કંડક્ટરનાં મોત; 20થી વધુ મુસાફરો ઘાયલ

ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક ખાનગી બસ ટ્રક સાથે અથડાતા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર અને કંડક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 20થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 08 Jul 2026 11:04 AM IST
ઇટાવામાં ટ્રક સાથે બસની ભીષણ ટક્કર, ડ્રાઇવર-કંડક્ટરનાં મોત; 20થી વધુ મુસાફરો ઘાયલઇટાવામાં ટ્રક સાથે બસની ભીષણ ટક્કર, ડ્રાઇવર-કંડક્ટરનાં મોત; 20થી વધુ મુસાફરો ઘાયલ

ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક ખાનગી બસ ટ્રક સાથે અથડાતા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર અને કંડક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 20થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત ઇટાવાના આઈટીઆઈ ચોરાહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા-કાનપુર હાઇવે પર સવારે અંદાજે 5 વાગ્યે બન્યો હતો. વારાણસીથી દિલ્હી જતી બસમાં લગભગ 45 મુસાફરો સવાર હતા. બસ પાછળથી લોખંડના સરિયા ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. મૃતકોની ઓળખ 35 વર્ષીય ડ્રાઇવર પ્રેમ અને 22 વર્ષીય કંડક્ટર દીપક તરીકે થઈ છે.

કેટલાક મુસાફરોએ આરોપ લગાવ્યો કે બસ વધુ ઝડપે ચાલી રહી હતી અને ડ્રાઇવરને ઊંઘ આવી જતાં તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ટ્રક સાથે અથડાઈ. એક ઘાયલ મુસાફરે સારવારમાં પણ વિલંબ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

જિલ્લા હોસ્પિટલના ઇમરજન્સી મેડિકલ અધિકારીએ જણાવ્યું કે બે ડઝનથી વધુ લોકોને ઇજા પહોંચી છે, જોકે મોટાભાગની ઇજાઓ સામાન્ય સ્વરૂપની છે અને કોઈ મુસાફરની હાલત ગંભીર નથી. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.