સુરતમાં શ્રીરામ ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ, 21 મુસાફરોનો આબાદ બચાવ

સુરતમાં શ્રીરામ ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે બસમાં સવાર તમામ 21 લોકોનો આબાદ બચાવ થયો છે અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, સુરતથી રાજસ્થાનના રામસીન જઈ રહેલી શ્રીરામ ટ્રાવેલ્સની બસ કોસંબા-ધામરોડ રોડ પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન શિવ શક્તિ નજીક પહોંચતા બસમાં અચાનક આગ લાગી હતી.
Growth Now News
Growth Now News
સુરતમાં શ્રીરામ ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ, 21 મુસાફરોનો આબાદ બચાવસુરતમાં શ્રીરામ ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ, 21 મુસાફરોનો આબાદ બચાવ

સુરતમાં શ્રીરામ ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે બસમાં સવાર તમામ 21 લોકોનો આબાદ બચાવ થયો છે અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, સુરતથી રાજસ્થાનના રામસીન જઈ રહેલી શ્રીરામ ટ્રાવેલ્સની બસ કોસંબા-ધામરોડ રોડ પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન શિવ શક્તિ નજીક પહોંચતા બસમાં અચાનક આગ લાગી હતી.

બસમાં આગ લાગતા જ ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી બસને તાત્કાલિક રોડની સાઇડમાં ઊભી રાખી હતી. ત્યારબાદ બસમાં સવાર તમામ મુસાફરો અને સ્ટાફને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. બસમાં કુલ 18 મુસાફરો, 2 ડ્રાઇવર અને 1 માલિક સહિત કુલ 21 લોકો સવાર હતા. તમામ લોકોને તેમના સામાન સાથે બસમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

જોકે, આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બસ આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે ડ્રાઇવરની સમયસૂચકતા અને મુસાફરોને સમયસર બસમાંથી બહાર કાઢી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બસમાં આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.