
Narendra Modi 25 Years Seva Jyoti Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના 25 વર્ષના જાહેર જીવન અને સુશાસનને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે...

PM Modi Gujarat Development Projects: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશ સાથે જોડાયેલી વિવિધ...

અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે.

નવી દિલ્હી: 80મા સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશના આગામી વિકાસ માટે **'શક્તિની સપ્તધારા'**નો મંત્ર આપ્યો. વડાપ્રધાને જણાવ્યું કે ભારત આગામી 5થી 7 વર્ષમાં એવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે, જે છેલ્લા 5થી 7 દાયકામાં શક્ય બની નથી. આ માટે દેશની વિવિધ શક્તિઓને એક દિશામાં જોડવાની જરૂર છે. PM મોદીએ 'સપ્તધારા'ને ભારતને વધુ મજબૂત,...

Gautam Adani DoJ Case: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વભૂમિકા વચ્ચે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ‘અપની બાત, અપનો કે સાથ’ના બીજા સંસ્કરણમાં વિશ્વાસ, નેતૃત્વ, સંઘર્ષમાંથી મળતા બોધપાઠ અને રાષ્ટ્રનિર્માણમાં દરેક પેઢીની જવાબદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. 10 ઓગસ્ટે અમેરિકાની U.S. District Court for the Eastern District of New York (EDNY) દ્વારા તેમના વિરુદ્ધ અમેરિકન ન્યાય વિભાગ (DoJ)નો ફોજદારી કેસ...

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રક્ષા મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં ટેરિટોરિયલ આર્મીની ભૂમિકા, જવાબદારીઓ અને અત્યાર સુધીની સિદ્ધિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના સભ્યોએ ટેરિટોરિયલ આર્મીને વધુ મજબૂત બનાવવા માટે અનેક સૂચનો પણ આપ્યા હતા.

Drug Free Youth Campaign Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા શપથ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ અભિયાનનો રાજ્યસ્તરીય કાર્યક્રમ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોને નશા સામે લડતનું નેતૃત્વ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે નશામુક્ત, સ્વસ્થ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘નશામુક્ત યુવા-વિકસિત ભારત’ રાષ્ટ્રવ્યાપી અભિયાનને ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ આનંદીબેન પટેલની પહેલથી નવી ગતિ મળી છે. રવિવારે જનભવન ખાતે વડાપ્રધાનના અભિયાનના ઉદ્ઘાટન કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સાથે યુવાનોને નશાના દુષ્પ્રભાવોથી જાગૃત કરવા અને જનભાગીદારી વધારવા માટે રાજ્યભરમાં વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

દેશના બાળકો અને કિશોરોને નશાની લતથી બચાવવા તથા તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા માટે શિક્ષણ મંત્રાલયના સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી વિભાગ દ્વારા દેશવ્યાપી ‘નશામુક્ત વિદ્યાલય’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ શાળાના સ્તરેથી જ વિદ્યાર્થીઓને નશાના ગંભીર દૂષ્પરિણામો અંગે જાગૃત કરવાનો છે.

Khelo India Revamped Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે આગામી પાંચ વર્ષ માટે સુધારેલી ખેલો ઈન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનોને વધારાની સહાયને મંજૂરી આપી છે. વર્ષ 2026-27થી 2030-31 દરમિયાન આ યોજના માટે કુલ ₹36,441 કરોડની ઐતિહાસિક ફાળવણી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને ભારતના રમતગમત ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ પહેલ માનવામાં આવી રહી છે. આ રોકાણ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026’ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન ‘માય ભારત’ના સ્વયંસેવકોએ સરહદી ગામોની મુલાકાત દરમિયાન મેળવેલા અનુભવો વડાપ્રધાન સાથે શેર કર્યા અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર યુવાનોને પ્રેરણા આપતો સંદેશ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે આજના ભારતના યુવાનો ધૈર્ય, આત્મવિશ્વાસ અને અથાગ પરિશ્રમના બળે ઐતિહાસિક સફળતાઓ હાંસલ કરી રહ્યા છે અને આ જ વિકસિત ભારતની સૌથી મોટી શક્તિ છે. વડાપ્રધાને પોતાના સંદેશમાં લખ્યું કે, "આજના યુવા સાથીઓ ધૈર્ય, આત્મવિશ્વાસ અને અથાગ મહેનતથી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત...

અમદાવાદ: ભારતને વર્ષ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે યોજાયેલા ICAI (Institute of Chartered Accountants of India) ના પ્રતિષ્ઠિત National Conference 2026 – Atulya Bharat @ 2047 માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં દેશના વિકાસ માટે નાણાકીય પારદર્શિતા, નવીનતા, સુશાસન અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિકસિત ભારતના...

વિકસિત ભારતના સંકલ્પને લોકસહભાગિતા પ્રાપ્ત થાય અને સમાજના છેવાડાના માનવીને આ રાષ્ટ્રીય સંકલ્પોમાં સક્રિયપણે ભાગીદાર બનાવી શકાય તેવા ઉદાત્ત હેતુ સાથે દરેક જિલ્લા કક્ષાએ 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આગામી તા.15/06/2026 ના રોજ ધનવંતરી ઓડિટોરીયમ હોલ, જામનગર ખાતે યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત પણ રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા, ભાજપના આગેવાનો, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. સૌએ મળીને ભગવાન સોમનાથના ચરણોમાં દેશની સુખાકારી, સમૃદ્ધિ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પ માટે પ્રાર્થના કરી હતી.

ભાજપના અગ્રણી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને સુશાસન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.