Get News Alerts

Never miss breaking news updates.

જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી કરાઈ

ભાજપના અગ્રણી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને સુશાસન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 11 Jun 2026 11:30 AM IST
જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી કરાઈજગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી કરાઈ

વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપના અગ્રણી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને સુશાસન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશે વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી સિદ્ધિઓ અને વિકાસયાત્રાને યાદ કરી હતી. સાથે જ ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સૌએ સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.

શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાયેલી મહાઆરતી દરમિયાન દેશભક્તિના નારા અને ધાર્મિક માહોલ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. કાર્યક્રમના દૃશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.

વડનગર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે, ત્યાં યોજાયેલા આ કાર્યક્રમને લઈને સ્થાનિકોમાં વિશેષ ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.