દેશભરની શાળાઓમાં ‘નશામુક્ત વિદ્યાલય’ અભિયાન, બાળકો અને યુવાનોને નશાથી દૂર રાખવા જાગૃતિ પર ભાર

દેશના બાળકો અને કિશોરોને નશાની લતથી બચાવવા તથા તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા માટે શિક્ષણ મંત્રાલયના સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી વિભાગ દ્વારા દેશવ્યાપી ‘નશામુક્ત વિદ્યાલય’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ શાળાના સ્તરેથી જ વિદ્યાર્થીઓને નશાના ગંભીર દૂષ્પરિણામો અંગે જાગૃત કરવાનો છે.
Rahul Desai
Rahul Desai
દેશભરની શાળાઓમાં ‘નશામુક્ત વિદ્યાલય’ અભિયાન, બાળકો અને યુવાનોને નશાથી દૂર રાખવા જાગૃતિ પર ભારદેશભરની શાળાઓમાં ‘નશામુક્ત વિદ્યાલય’ અભિયાન, બાળકો અને યુવાનોને નશાથી દૂર રાખવા જાગૃતિ પર ભાર

દેશના બાળકો અને કિશોરોને નશાની લતથી બચાવવા તથા તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા માટે શિક્ષણ મંત્રાલયના સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી વિભાગ દ્વારા દેશવ્યાપી ‘નશામુક્ત વિદ્યાલય’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ શાળાના સ્તરેથી જ વિદ્યાર્થીઓને નશાના ગંભીર દૂષ્પરિણામો અંગે જાગૃત કરવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘જેન-જી અગેન્સ્ટ એડિક્શન, નશામુક્ત યુવા–વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ની શરૂઆત કરી છે. આ અભિયાનમાં દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અનેક સ્થળોએ ‘નશામુક્ત ભારત’ની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નશા વિરુદ્ધની અસરકારક લડાઈ શાળાના સ્તરેથી જ શરૂ થવી જોઈએ. બાળકોને નાની ઉંમરથી જ તમાકુ, દારૂ અને અન્ય નશીલા પદાર્થોના નુકસાન અંગે માહિતી આપવામાં આવે તો તેમને નશાની લતથી બચાવી શકાય છે.

અભિયાન અંતર્ગત શાળાઓમાં પોસ્ટર, નિબંધ, ભાષણ, વાદ-વિવાદ, ચિત્ર સ્પર્ધા, પ્રતિજ્ઞા, રેલી અને કાઉન્સેલિંગ સેશન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. શાળાઓને તમાકુ અને નશીલા પદાર્થોથી સંપૂર્ણપણે મુક્ત શૈક્ષણિક સંસ્થા બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

PM મોદીએ કોલેજો અને યુનિવર્સિટીઓના પ્રોફેસરોને પણ વિદ્યાર્થીઓ સાથે નશાના જોખમો અંગે ચર્ચા કરવા અને કેમ્પસમાં નશા વિરુદ્ધ અભિયાન ચલાવવા અપીલ કરી છે.

તેમણે વાલીઓને બાળકો સાથે ખુલ્લો સંવાદ જાળવવા અને કોઈ બાળક નશાની લતમાં ફસાઈ જાય તો તેને છુપાવવાને બદલે જરૂરી તબીબી મદદ અને સહયોગ મેળવવા જણાવ્યું છે. શિક્ષણ મંત્રાલયે પણ કહ્યું છે કે શાળા, પરિવાર અને સમાજના સંયુક્ત પ્રયાસોથી જ આવનારી પેઢીને નશાથી સુરક્ષિત રાખી શકાશે.