PM મોદીનો યુવાનોને સંદેશ: 'ધૈર્ય, આત્મવિશ્વાસ અને મહેનતથી જ મળે છે ઐતિહાસિક સફળતા'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર યુવાનોને પ્રેરણા આપતો સંદેશ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે આજના ભારતના યુવાનો ધૈર્ય, આત્મવિશ્વાસ અને અથાગ પરિશ્રમના બળે ઐતિહાસિક સફળતાઓ હાંસલ કરી રહ્યા છે અને આ જ વિકસિત ભારતની સૌથી મોટી શક્તિ છે. વડાપ્રધાને પોતાના સંદેશમાં લખ્યું કે, "આજના યુવા સાથીઓ ધૈર્ય, આત્મવિશ્વાસ અને અથાગ મહેનતથી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત...
Rupin Bakraniya
Rupin Bakraniya
PM મોદીનો યુવાનોને સંદેશ: 'ધૈર્ય, આત્મવિશ્વાસ અને મહેનતથી જ મળે છે ઐતિહાસિક સફળતા'PM મોદીનો યુવાનોને સંદેશ: 'ધૈર્ય, આત્મવિશ્વાસ અને મહેનતથી જ મળે છે ઐતિહાસિક સફળતા'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર યુવાનોને પ્રેરણા આપતો સંદેશ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે આજના ભારતના યુવાનો ધૈર્ય, આત્મવિશ્વાસ અને અથાગ પરિશ્રમના બળે ઐતિહાસિક સફળતાઓ હાંસલ કરી રહ્યા છે અને આ જ વિકસિત ભારતની સૌથી મોટી શક્તિ છે. વડાપ્રધાને પોતાના સંદેશમાં લખ્યું કે, "આજના યુવા સાથીઓ ધૈર્ય, આત્મવિશ્વાસ અને અથાગ મહેનતથી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. આ જ વિકસિત ભારતની સૌથી મોટી તાકાત છે."

આ સાથે તેમણે એક સંસ્કૃત શ્લોક પણ શેર કર્યો, જેમાં જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે અડગ રહેવા, ધૈર્યપૂર્વક સંજોગોનો સામનો કરવા અને સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો છે. શ્લોકનો ભાવાર્થ એવો છે કે જે વ્યક્તિ સંકટ સમયે ગભરાતો નથી, પરંતુ સમજદારી અને ધીરજથી પરિસ્થિતિનો સામનો કરે છે, તે અંતે સફળતા પ્રાપ્ત કરે છે અને વિપરીત પરિસ્થિતિઓ પર પણ વિજય મેળવે છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સમયાંતરે સોશિયલ મીડિયા પર આવા પ્રેરણાદાયી સંદેશો અને સંસ્કૃત સુભાષિતો શેર કરતા રહે છે. થોડા દિવસો અગાઉ તેમણે ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન અને તે પહેલાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે પણ વિશેષ સંદેશો આપ્યા હતા. વડાપ્રધાનના આ સંદેશને સોશિયલ મીડિયા પર યુવાનો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક લોકોએ તેને જીવનમાં આત્મવિશ્વાસ અને સતત મહેનત માટે પ્રેરણાદાયી ગણાવ્યો છે.