
Somnath Temple : પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ ધામમાં ભક્તિનો અદભુત માહોલ જોવા મળ્યો.

Arvalli જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામે શ્રાવણ મહિનામાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.

AMTS Bus Dharmik Yatra : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે માતા-બહેનો માટે વિશેષ ધાર્મિક બસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

Salangpur : પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દરબારમાં ભવ્ય મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રાવણ માસના સોમવાર નિમિત્તે મંદિરના ગર્ભગૃહમાં હિમાલય થીમ આધારિત દિવ્ય શણગાર કરવામાં આવતા ભક્તોમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કષ્ટભંજનદેવને ભગવાન શિવના સ્વરૂપમાં વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા.

Salangpur : શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભક્તિમય માહોલ વચ્ચે દાદાનો અનોખો શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો.

Clean Pilgrimage Gujarat Campaign: શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યના ધાર્મિક સ્થળો અને તેની આસપાસના પર્યાવરણની જાળવણી માટે ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’ શરૂ કરવામાં

Amreli: જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક દરિયા કિનારે આવેલા પૌરાણિક સરકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન સરકેશ્વર મહાદેવને સવા લાખ બીલીપત્ર અર્પણ કરી વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.

Gir Somnath : શ્રાવણના પ્રથમ સોમવારે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પાવન ભૂમિ ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. વહેલી સવારથી જ સોમનાથમાં હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. મહાદેવના દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા માટે દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓના કારણે સમગ્ર સોમનાથ ધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

Shamlaji Temple: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના વિશેષ હિંડોળા મનોરથની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મનોરથને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય અને આકર્ષક વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Jitu Vaghani: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ધામે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા’માં પણ સહભાગી બની ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા હતા.

Kavad Yatra: શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવભક્તોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે હરિહર આશ્રમના પૂજ્ય વિજય મહારાજના સાનિધ્યમાં કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદોદની પવિત્ર નર્મદા નદીમાંથી જળ ભરી ભક્તો કાવડ સાથે ડભોઇ પહોંચ્યા હતા.

Dabhoi: નાંદોદી ભાગોળ પાસે આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિસભર વાતાવરણ વચ્ચે 14મા પાટોત્સવ અને હોમાત્મક મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેમજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.

Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું પવિત્ર તીર્થ માત્ર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર જ નથી, પરંતુ અહીં પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જતન અને આત્મનિર્ભરતાનો અનોખો સંદેશ પણ જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચે છે ત્યારે મંદિર પરિસરનું બિલ્વવન પણ ભક્તિ અને સેવાભાવનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે.

Somnath Shravan Mahotsav 2026: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026’ની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ છે. સોમનાથ મંદિર પરિસરમાં શિવભક્તોના કલ્યાણ અને વિશ્વ શાંતિની ભાવના સાથે 30 દિવસ સુધી ચાલનારા 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે.

Somnath Mahamrityunjaya Yagna: પવિત્ર શ્રાવણ માસના મંગલમય પ્રારંભ સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જાનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મંદિર પરિસર અને સમગ્ર પ્રભાસક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન સોમનાથની આરાધના માટે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહામૃત્યુંજય યજ્ઞમાં અનેક...