Get News Alerts

Never miss breaking news updates.

AMTS Bus Dharmik Yatra : 12 બસ, 500 ભાવિકો અને ભક્તિનો માહોલ, શ્રાવણમાં માતા-બહેનો માટે અનોખી ધાર્મિક યાત્રા

AMTS Bus Dharmik Yatra : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે માતા-બહેનો માટે વિશેષ ધાર્મિક બસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 06 Sep 2026 09:56 AM IST
AMTS Bus Dharmik Yatra : 12 બસ, 500 ભાવિકો અને ભક્તિનો માહોલ, શ્રાવણમાં માતા-બહેનો માટે અનોખી ધાર્મિક યાત્રાAMTS Bus Dharmik Yatra : 12 બસ, 500 ભાવિકો અને ભક્તિનો માહોલ, શ્રાવણમાં માતા-બહેનો માટે અનોખી ધાર્મિક યાત્રા

AMTS Bus Dharmik Yatra

AMTS Bus Dharmik Yatra : માતૃશક્તિને ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણનો લાભ મળે તેમજ પરિવાર અને સમાજમાં પવિત્ર અને સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય તેવા હેતુથી આ વિશેષ ધાર્મિક યાત્રા યોજાઈ હતી. મકરબા ગામથી ધારાસભ્ય અમિત ઠાકર, કાઉન્સિલરો તથા વોર્ડના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બસ પ્રવાસને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.

યાત્રાને લઈને માતા-બહેનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળોના દર્શન કરવાની તક મળતા ભાવિકોમાં ભક્તિભાવ સાથે આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

500 માતા-બહેનોએ લીધો ધાર્મિક યાત્રાનો લાભ

આ વિશેષ યાત્રા માટે કુલ 12 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશરે 500 ભાવિકોએ આ ધાર્મિક બસ પ્રવાસનો લાભ લીધો હતો. યાત્રા દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ પવિત્ર અને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવ્યા હતા.

આ પ્રવાસમાં ભદ્રકાળી મંદિર, હનુમાન દાદાનું મંદિર અને ગાયત્રી મંદિર સહિત શહેરના વિવિધ મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભાવિકોને સાંજ સુધી અલગ-અલગ મંદિરોની ધાર્મિક યાત્રા કરાવવામાં આવી હતી. મંદિરોમાં દર્શન અને પ્રાર્થના દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ માત્ર ધાર્મિક સ્થળોના દર્શન કરાવવાનો જ નહીં, પરંતુ શ્રાવણ માસની પવિત્રતા સાથે માતા-બહેનોને આધ્યાત્મિક વાતાવરણ સાથે જોડવાનો પણ હતો.

12 બસોની વ્યવસ્થા કરવામાં આવી

ધાર્મિક યાત્રા થકી લોકોમાં સંસ્કાર, ભક્તિ અને સકારાત્મક વિચારોને પ્રોત્સાહન મળે તેમજ પરિવાર અને સમાજમાં સુમેળ અને પવિત્ર વાતાવરણ ઊભું થાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. બસ પ્રવાસ માટેની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા દર ચૂકવીને કરવામાં આવી હતી. સમગ્ર યાત્રા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય અને ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના આયોજનમાં યુવક મંડળના પ્રમુખ વિજયભાઈ સહિતના યુવાનો દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. યુવાનોની ટીમે યાત્રાની વ્યવસ્થા, ભાવિકોના માર્ગદર્શન અને સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં સહયોગ આપ્યો હતો. શ્રાવણ માસની આ ધાર્મિક બસયાત્રાથી માતા-બહેનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તિ, દર્શન અને આધ્યાત્મિકતાથી ભરપૂર આ પ્રવાસ તેમના માટે યાદગાર બની રહ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકોએ એકસાથે વિવિધ મંદિરોના દર્શન કરી શ્રાવણ માસની પવિત્રતાનો અનુભવ કર્યો હતો.

આ પણ વાંચો : IAS Transfer : ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી, રાજકુમાર બેનીવાલ બન્યા સુરત મ્યુનિસિપલ કમિશનર

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.