Kavad Yatra: ડભોઇમાં નર્મદાનું જળ ભરી કાવડયાત્રા પહોંચી, મંદિરોમાં થશે જળાભિષેક

Kavad Yatra: શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવભક્તોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે હરિહર આશ્રમના પૂજ્ય વિજય મહારાજના સાનિધ્યમાં કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદોદની પવિત્ર નર્મદા નદીમાંથી જળ ભરી ભક્તો કાવડ સાથે ડભોઇ પહોંચ્યા હતા.
Rahul Desai
Rahul Desai
Kavad Yatra: ડભોઇમાં નર્મદાનું જળ ભરી કાવડયાત્રા પહોંચી, મંદિરોમાં થશે જળાભિષેકKavad Yatra: ડભોઇમાં નર્મદાનું જળ ભરી કાવડયાત્રા પહોંચી, મંદિરોમાં થશે જળાભિષેક

Kavad Yatra: શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવભક્તોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે હરિહર આશ્રમના પૂજ્ય વિજય મહારાજના સાનિધ્યમાં કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદોદની પવિત્ર નર્મદા નદીમાંથી જળ ભરી ભક્તો કાવડ સાથે ડભોઇ પહોંચ્યા હતા.

કાવડયાત્રાનું ભવ્ય સ્વાગત: 

ડભોઇના હરિહર આશ્રમ ખાતેથી ગઈકાલે રાત્રે કાવડયાત્રાનો પ્રારંભ થયો હતો.
ચાંદોદ ખાતે નર્મદા નદીમાંથી પવિત્ર જળ ભરવામાં આવ્યું હતું.
સિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાવડયાત્રાનું સ્વાગત કર્યું હતું.
મોટી સંખ્યામાં શિવભક્તો કાવડયાત્રામાં જોડાયા હતા.

વિવિધ મહાદેવ મંદિરોમાં જળાભિષેક: 

નર્મદાનું પવિત્ર જળ લઈને ડભોઇ પરત ફરેલી કાવડયાત્રા શહેરના વિવિધ શિવમંદિરો ખાતે પહોંચી હતી. ઐતિહાસિક વાઘનાથ મહાદેવ મંદિર, કુબેરેશ્વર મંદિર અને પંચેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં નર્મદાજળથી ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.

ધાર્મિક આગેવાનો પણ જોડાયા: 

આ કાવડયાત્રામાં કરનાળી કુબેર મંદિરના મહંત દિનેશગીરી મહારાજ, ડભોઇના PI એ.ટી. પટેલ અને DySP આકાશભાઈ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા.

યાત્રા દરમિયાન શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ હર હર મહાદેવના જયઘોષ સાથે નર્મદાજળ લઈને ભગવાન શિવના દર્શન અને જળાભિષેકનો લાભ લીધો હતો.

રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ: 

કાવડયાત્રા અને જળાભિષેકના ધાર્મિક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી.જે. બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રાવણ માસના પ્રથમ દિવસે જ યોજાયેલી આ કાવડયાત્રાથી ડભોઇ શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. નર્મદા નદીનું પવિત્ર જળ લઈને ભક્તોએ વિવિધ શિવમંદિરોમાં અભિષેક કરી ભગવાન શિવ પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.