
PM Modi: હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પ્રદેશ BJP અધ્યક્ષ ડૉ. અર્ચના ગુપ્તા અને રાજ્યના તમામ BJP ધારાસભ્યો આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

રાજકોટના કમલમ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક પહેલા પત્રકારોએ સુરતમાં થયેલા ડિમોલેશન અને સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધ અંગે સવાલ પૂછ્યા હતા, પરંતુ આ સવાલો પર તેમણે કોઈ જવાબ આપ્યા વિના મૌન જાળવ્યું હતું.

રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ આગેવાન સ્વ. જનક કોટકના નિધન બાદ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી જનક કોટકના જાહેરજીવન અને શહેર માટેના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર સોનારપુરમાં થયેલા હુમલા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ ઘટનાને લઈને ભાજપ ધારાસભ્ય અને આરજી કર કેસની પીડિતાની માતા રત્ના દેબનાથે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ હુમલાને અભિષેક બેનર્જીના "કર્મોનું ફળ" ગણાવ્યું છે.

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અમિત શાહના કર્ણાવતી મહાનગર આગમનને લઈને ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ ખાતે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય અને ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાજપમય બની ગયું હતું.

ખેડા જિલ્લામાંથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના મહત્વના પદોની પણ નિમણૂક કરવામાં આવી છે, જેના કારણે શહેરના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે.

અમદાવાદમાં નવા મેયર તરીકે હિતેશ બારોટની વરણી થતા જ તેમના સાદગીભર્યા નિર્ણયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે સરકારી બંગલો અને સરકારી વાહનનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી છે, જેના કારણે તેમના આ નિર્ણયને લઈને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ છે.

લાઠી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ OBC અનામત હોવાથી ભાજપ માટે સ્થિતિ મુશ્કેલ બની હતી, કારણ કે ભાજપના બહુમતી સભ્યો જીત્યા હોવા છતાં એકપણ OBC ઉમેદવાર વિજેતા થયો નહોતો. આવી સ્થિતિમાં કોંગ્રેસના OBC સભ્યને પ્રમુખ પદ મળવાની શક્યતાઓ મજબૂત માનવામાં આવી રહી હતી.

હરીભાઈ ચૌધરીએ દેશના વડાપ્રધાન Narendra Modi અને ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patelને પત્ર લખી OBC સમાજ માટે અલગ વિભાગ અને મંત્રાલય રચવાની માંગ કરી છે...

જનગણના 2027 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma એ આજે ઓનલાઈન માધ્યમથી પોતાની વિગતો સબમિટ કરીને ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ પ્રક્રિયા પૂર્ણ કરી છે.

અંબ ાદાસ દાનવેએ મહારાષ્ટ્રના CMને પત્ર લખ્યો છે કે રાજા શિવાજી ફિલ્મને રાજ્યભરમાં ટેક્સ ફ્રી કરવાની માંગ કરવાની આવી છે. તેમનું કહેવુ છે કે આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના જીવન, સંઘર્ષ અને સિદ્ધિઓ પર આધારિત છે.જો આ ફિલ્મ ટેક્સ ફ્રી થશે તો તે પ્રોત્સાહન મળશે. અને આગળ જણાવ્યુ કહ્યુ કે આફિલ્મ ખાલી મનોરંજન નથી પરંતુ સ્વરાજ્યના મૂુલ્યો નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ સાધન છે.

ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મળેલી આગવી લીડની ખુશી ઉજવવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત શ્રીકમલમ્ ખાતે આયોજિત આ ઉજવણીમાં રાજ્ય ભાજપ પ્રમુખ જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

આસામ: આસામ વિધાનસભા ચૂંટણી 2026માં Himanta Biswa Sarmaના નેતૃત્વ હેઠળ Bharatiya Janata Partyએ ઐતિહાસિક જીત નોંધાવી છે. ભાજપે સતત ત્રીજીવાર સત્તા મેળવતા રાજ્યના રાજકારણમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. આ જીત પાછળ હિમંત બિશ્વા સરમાની ‘મામા’ તરીકેની લોકપ્રિય છબી મહત્વપૂર્ણ બની. મહિલાઓ અને ગ્રામિણ મતદારો સાથે સીધો લાગણીસભર જોડાણ ઉભું કરીને તેમણે મજબૂત વોટબેંક તૈયાર કરી. ‘ઓરુણોદોય’ જેવી યોજનાઓ દ્વારા આર્થિક સહાય સીધી લોકો સુધી પહોંચતા ભાજપને મોટો ફાયદો થયો.

મમતાએ કહ્યું કે તેઓ હાલ “વેઈટ એન્ડ વોચ”ની સ્થિતિમાં છે અને અંતિમ રાઉન્ડ સુધી પરિસ્થિતિ બદલાશે. તેમણે દાવો કર્યો કે તેમની પાર્ટી અનેક બેઠકો પર આગળ છે, પરંતુ તે દર્શાવવામાં આવી રહ્યું નથી.