Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીમાં રાજકીય ખેલ : લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પદે AAPના સભ્યને ભાજપનો ટેકો

લાઠી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ OBC અનામત હોવાથી ભાજપ માટે સ્થિતિ મુશ્કેલ બની હતી, કારણ કે ભાજપના બહુમતી સભ્યો જીત્યા હોવા છતાં એકપણ OBC ઉમેદવાર વિજેતા થયો નહોતો. આવી સ્થિતિમાં કોંગ્રેસના OBC સભ્યને પ્રમુખ પદ મળવાની શક્યતાઓ મજબૂત માનવામાં આવી રહી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 25 May 2026 01:27 PM IST
અમરેલીમાં રાજકીય ખેલ : લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પદે AAPના સભ્યને ભાજપનો ટેકોઅમરેલીમાં રાજકીય ખેલ : લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પદે AAPના સભ્યને ભાજપનો ટેકો

અમરેલી : અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પદની ચૂંટણીમાં રાજકીય સમીકરણો વચ્ચે મોટો ખેલ સામે આવ્યો છે. રાજુલાના ધારાસભ્ય Hira Solankiની રાજકીય રણનીતિએ કોંગ્રેસની આશાઓ પર પાણી ફેરવી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

લાઠી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ OBC અનામત હોવાથી ભાજપ માટે સ્થિતિ મુશ્કેલ બની હતી, કારણ કે ભાજપના બહુમતી સભ્યો જીત્યા હોવા છતાં એકપણ OBC ઉમેદવાર વિજેતા થયો નહોતો. આવી સ્થિતિમાં કોંગ્રેસના OBC સભ્યને પ્રમુખ પદ મળવાની શક્યતાઓ મજબૂત માનવામાં આવી રહી હતી.

પરંતુ રાજકીય પલટા વચ્ચે કોળી સમાજમાંથી આવતા અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા સભ્યને ભાજપના સમર્થનથી પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. આ સમગ્ર રાજકીય ઓપરેશન રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ દ્વારા પાર પાડવામાં આવ્યું હોવાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે.

ભાજપના સમર્થનથી AAPમાંથી જીતેલા સભ્ય પ્રમુખ બનતા લાઠી તાલુકા પંચાયતની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા છે. આ ઘટનાએ અમરેલી જિલ્લાની સ્થાનિક રાજનીતિમાં ભારે ચકચાર મચાવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.