
Charkhi Dadri Gangwar: હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં શનિવારે બપોરે ગેંગવોરની એક મોટી ઘટના સામે આવી છે. કોર્ટમાં હાજરી આપવા જઈ રહેલા સ્કોર્પિયો સવાર લોકો પર અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં કુલ 7 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે લગભગ 12 વાગ્યે ત્રણ હુમલાખોરો પગપાળા આવ્યા હતા અને...

અમેરિકાના ઇડાહો રાજ્યના ટ્વિન ફોલ્સ શહેરમાં આવેલા ઇન-એન-આઉટ રેસ્ટોરન્ટમાં થયેલી અંધાધૂંધ ગોળીબારે ચકચાર મચાવી દીધી છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હોસ્પિટલના અનુભવને યાદ કરતા જીવનનું એક કડવું સત્ય ચાહકો સાથે શેર કર્યું છે. સર્જરી, ICU અને ત્યારબાદ ઘરે પરત ફરવાનો સમય કેટલો મુશ્કેલ હોય છે, તે અંગે તેમણે પોતાના બ્લોગમાં ભાવુક વાત લખી છે. તેમના આ વિચારે જીવનના સંઘર્ષ અને હિંમતનો સંદેશ આપ્યો છે.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન યોજાયેલી NDAની 'મંગળ મિલન' બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ બેઠકની વિગતો આપતાં જણાવ્યું કે સરકાર આ પ્રકારના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે.

દાદાર નગર હવેલી કાલે રાત્રે લક્ષ્મી ટેક્સટાઈલ્સ કંપનીમાં ગત રાત્રી ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેના લીધે ફાયર વિભાગ તાત્કાલિક જાણ કરવા આવી હતી. તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

વડોદરા ખાતે આવેલા ફતેગંજ વિસ્તારમાં એક કારમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ફાયર વિભાગને કોલ કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પર પહોંચીને આગ પર કાબૂમાં લીધી. આગ કેમ લાગી હતી તેની એકબંધ છે. પરંતુ મોટી જાનહાની થતા બચી ગઈ હતી.

જોધપુર વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલી પારસ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ અને અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. માહિતી અનુસાર ગોડાઉનમાં મેડિકલ સાધનો અને દવાઓનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ સાથે ગાઢ ધુમાડો ફેલાતા ફાયરબ્રિગેડને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.

રાજકોટમાં મેરેજ સર્ટિફિકેટ માટે થયેલી ઑનલાઇન અરજીઓની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં 122 બાળલગ્નના કેસ સામે આવ્યા છે. મામલો બહાર આવતા મનપાએ તમામ સર્ટિફિકેટ નામંજૂર કરી વધુ તપાસ શરૂ કરી છે.

PGVCLના એક અધિકારી સાથે સાઇબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

પ્રેમ પ્રકરણના કારણે યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી યુવક ભાવેશ ભીલનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ યુવકને કારમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે તેને છોડાવવા માટે તેની માતા વચ્ચે આવી હતી.

મહીસાગર નદીકાંઠે આવેલા કોટના બીચ પર ન્હાવા માટે ગયેલા જૂથમાં અચાનક કેટલાક લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનામાં જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપુતના મોત થયા છે. આ બનાવ બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.