વડોદરાના ફતેગંજ વિસ્તારમાં કાર આગની ઘટના



વડોદરાના ફતેગંજ વિસ્તારમાં કાર આગની ઘટના



વડોદરા ફતેગંજ વિસ્તારમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ ચાર મિત્રો પોતાની કાર પાર્ક કરીને નજીકની સેવ-ઉસળની લારી પાસે નાસ્તો કરવા બેઠા હતા. તે દરમિયાન લારી પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.
અચાનક લાગેલી આગને કારણે નાસ્તો કરવા આવેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આસપાસ દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, આગ કાબૂમાં આવે તે પહેલાં જ કાર સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી.
પ્રાથમિક અનુમાન મુજબ અસહ્ય ગરમીના કારણે કારમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે સાચી કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.




