હરિયાણાના ચરખી દાદરીમાં ગેંગવોર; સ્કોર્પિયો પર અંધાધૂંધ ગોળીબારમાં 7 ઘાયલ; રોહિત ગોદારા ગેંગે જવાબદારી સ્વીકારી


હરિયાણાના ચરખી દાદરીમાં ગેંગવોર; સ્કોર્પિયો પર અંધાધૂંધ ગોળીબારમાં 7 ઘાયલ; રોહિત ગોદારા ગેંગે જવાબદારી સ્વીકારી


Charkhi Dadri Gangwar: હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં શનિવારે બપોરે ગેંગવોરની એક મોટી ઘટના સામે આવી છે. કોર્ટમાં હાજરી આપવા જઈ રહેલા સ્કોર્પિયો સવાર લોકો પર અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં કુલ 7 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે લગભગ 12 વાગ્યે ત્રણ હુમલાખોરો પગપાળા આવ્યા હતા અને સ્કોર્પિયો પર 10થી 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
https://twitter.com/Zuber_Akhtar1/status/2085326337489981774?ref_src=twsrc%5Etfw
ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં પોતાને નવીન બોક્સર તરીકે ઓળખાવનાર વ્યક્તિએ આ હુમલાની જવાબદારી લીધી હોવાનું દાવો કરવામાં આવ્યો છે. ઓડિયોમાં જણાવાયું છે કે હુમલો અનિલ ફતેહગઢીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ પોલીસ દ્વારા કરવામાં આવી નથી.
ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ત્રણ શૂટરો હથિયારો સાથે ભાગતા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલાનો ભોગ બનેલા સ્કોર્પિયો સવાર લોકોનો પણ ગુનાહિત ઇતિહાસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને હુમલાખોરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.




