
પેકેટની આગળની બાજુએ 'HIGH SUGAR', 'HIGH SALT' અને 'HIGH FAT' સ્પષ્ટ લખવાનું રહેશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ઓળખવામાં સરળતા રહેશે.

FSSAI Notice: બિસલેરીએ સ્પષ્ટતા કરી કે FSSAI તરફથી કોઈ સત્તાવાર નોટિસ મળી નથી. કંપનીએ ગુણવત્તા અંગેના આરોપો વચ્ચે પોતાના બચાવમાં આ નિવેદન રજૂ કર્યું છે.

Food Safety News: તહેવારોની સિઝનમાં માવો, પનીર, માંસ અને માછલી જેવા ઝડપથી બગડી શકે તેવા ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) સખત બન્યું છે.

Food Safety: ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષાને લઈને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ ત્રણ કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

FSSAI License Suspension: ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે મોટી કાર્યવાહી કરી છે. ભ્રામક દાવા, અત્યંત ખરાબ સ્વચ્છતા વ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષા ધોરણોના ગંભીર ઉલ્લંઘન સામે કાર્યવાહી કરતાં FSSAIએ ત્રણેય કંપનીઓના લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. FSSAIના જણાવ્યા અનુસાર, મેઘાલયની એ.બી. એન્ટરપ્રાઇઝ, ઓડિશાની ઝાઇકા ઓર્ગેનિક્સ (OPC)...

Ahmedabad Asian Bakery Sealed: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાદ્ય એકમો સામે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન દાણીલીમડાની એશિયન બેકરીને સીલ કરવામાં આવી છે. બેકરીમાં બિનઆરોગ્યપ્રદ રીતે તૈયાર કરવામાં આવેલી ખાદ્ય સામગ્રી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. FSSAI લાયસન્સ...

સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન ડો. મિનેષ શાહે યોગ્ય ગણાવ્યો છે. એક ખાનગી શાળાના કાર્યક્રમ દરમિયાન તેમણે આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું ડેરી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે.

Dabur FSSAI Ban Stay: ડાબર ઇન્ડિયા લિમિટેડને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ડાબરના કેટલાક ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના આદેશના અમલ પર આગામી સુનાવણી સુધી રોક લગાવી છે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અમિત મહાજનની એકલ પીઠે ડાબરની અરજી પર સુનાવણી દરમિયાન આ વચગાળાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પ્રથમ દૃષ્ટિએ માન્યું...

ગાંધીનગર: ગુજરાત સરકારે જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં ધોરણ વગરના એનાલોગ પનીર (Analogue Paneer), ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ ગુજરાત દેશનું અગ્રણી ડેરી રાજ્ય છે અને લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનતથી લોકોને ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધમાંથી બનતા ઉત્પાદનો મળે...

ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) દ્વારા સન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને ‘વંડરલેન્ડ રેઝિન્સ’ બ્રાન્ડ હેઠળ વેચાતી કિસમિસના એક બેચને તાત્કાલિક બજારમાંથી પરત ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. નિયમનકારી તપાસ દરમિયાન કિસમિસના નમૂનામાં નિર્ધારિત સુરક્ષા મર્યાદા કરતાં વધુ જંતુનાશક અવશેષ મળી આવ્યા હતા.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ ન્યુ હોનેસ્ટ કોર્નર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. એક ગ્રાહકે છાશમાં મૃત જીવાત અને વાંદો મળ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. નવરંગપુરા વિસ્તારની ઘટનાથી ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉઠ્યા, તંત્રની કાર્યવાહી પર સૌની નજર રહેશે.