એનાલોગ પનીર પર પ્રતિબંધનું પગલું યોગ્ય: NDDB ચેરમેન ડો. મિનેષ શાહ

સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન ડો. મિનેષ શાહે યોગ્ય ગણાવ્યો છે. એક ખાનગી શાળાના કાર્યક્રમ દરમિયાન તેમણે આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું ડેરી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે.
Rahul Desai
Rahul Desai
એનાલોગ પનીર પર પ્રતિબંધનું પગલું યોગ્ય: NDDB ચેરમેન ડો. મિનેષ શાહએનાલોગ પનીર પર પ્રતિબંધનું પગલું યોગ્ય: NDDB ચેરમેન ડો. મિનેષ શાહ

સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન ડો. મિનેષ શાહે યોગ્ય ગણાવ્યો છે. એક ખાનગી શાળાના કાર્યક્રમ દરમિયાન તેમણે આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું ડેરી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે.

ડો. મિનેષ શાહે જણાવ્યું કે એનાલોગ પ્રોડક્ટ માત્ર પનીર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં ચીઝ સહિતની અન્ય ડેરી જેવી દેખાતી પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે એનાલોગ પનીર અંગે નિયમનનો મુદ્દો અગાઉથી ચર્ચામાં રહ્યો છે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)માં પણ આ અંગે નિયમો પહેલેથી જ અમલમાં છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રકારનો નિર્ણય સૌથી પહેલાં છત્તીસગઢ દ્વારા લેવામાં આવ્યો હતો. હવે સરકાર દ્વારા એનાલોગ પનીર સામે પગલું ભરવામાં આવતા ડેરી પ્રોડક્ટ્સની માંગમાં વધારો થવાની શક્યતા છે. માંગ વધશે તો ડેરીઓએ પણ પોતાના ઉત્પાદનની ક્ષમતા વધારવી પડશે.

ડેરી ક્ષેત્રમાં ઉત્પાદન વધવાથી દૂધની જરૂરિયાતમાં વધારો થશે અને તેનો સીધો લાભ દૂધ ઉત્પાદકોને મળી શકે છે. ખેડૂતો અને પશુપાલકોને તેમના દૂધ માટે વધુ બજાર ઉપલબ્ધ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

ડો. મિનેષ શાહના જણાવ્યા મુજબ, ગ્રાહકોને વાસ્તવિક ડેરી પ્રોડક્ટ અને એનાલોગ પ્રોડક્ટ વચ્ચેનો તફાવત સમજવો પણ જરૂરી છે. સરકારના આ નિર્ણયથી ડેરી ઉદ્યોગમાં ગુણવત્તા અને વાસ્તવિક દૂધ આધારિત ઉત્પાદનોને પ્રોત્સાહન મળવાની સાથે દૂધ ઉત્પાદકો માટે નવી તકો ઊભી થઈ શકે છે.