ગુજરાતમાં એનાલોગ પનીર-ચીઝ, બટરના વેચાણ પર સરકારે મૂક્યો પ્રતિબંધ

ગાંધીનગર: ગુજરાત સરકારે જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં ધોરણ વગરના એનાલોગ પનીર (Analogue Paneer), ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ ગુજરાત દેશનું અગ્રણી ડેરી રાજ્ય છે અને લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનતથી લોકોને ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધમાંથી બનતા ઉત્પાદનો મળે...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

ગાંધીનગર: ગુજરાત સરકારે જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં ધોરણ વગરના એનાલોગ પનીર (Analogue Paneer), ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકારના જણાવ્યા મુજબ ગુજરાત દેશનું અગ્રણી ડેરી રાજ્ય છે અને લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનતથી લોકોને ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધમાંથી બનતા ઉત્પાદનો મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બજારમાં એવા ઉત્પાદનો વેચાતા હોવાનું સામે આવ્યું છે, જે દેખાવમાં પનીર જેવા હોવા છતાં દૂધના બદલે વનસ્પતિ તેલ અને અન્ય બિન-ડેરી ઘટકોમાંથી બનાવવામાં આવે છે.

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDA) દ્વારા રાજ્યભરમાં કરાયેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણ દરમિયાન આવા બિન-ધોરણીકૃત ઉત્પાદનોના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારબાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે આ પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિઓ અટકાવવાનો અને અસલી ડેરી ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવાનો છે. પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ કે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય સરકારે તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર ધોરણ મુજબનું અને અસલી પનીર તથા અન્ય ડેરી ઉત્પાદનોનો જ ઉપયોગ અને વેચાણ કરવાની અપીલ કરી છે. સરકારે જણાવ્યું છે કે "શુદ્ધ ખોરાક – સુરક્ષિત ગ્રાહક, સ્વસ્થ ગુજરાત"ના સંકલ્પ સાથે ગ્રાહકોને સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને અસલી ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે.