
Koffee With Karan 9: 'કોફી વિથ કરણ 9'ના નવા પ્રોમોમાં અક્ષય કુમાર અને રવિ કિશનની મસ્તી જોવા મળી રહી છે. બંને કલાકારો સાથે ડાન્સ કરીને દર્શકોને હસાવશે.

Akshay Kumar’s Samuk: અક્ષય કુમારની સાયન્સ ફિક્શન ફિલ્મ 'સમુક' 28 મે, 2027ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં એક્ટર એલિયન કે ખતરનાક જીવ સામે લડતા જોવા મળી શકે છે.

Amitabh Bachchan: ટાઈગર શ્રોફના ઘરે ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે બોલીવુડની સુરક્ષાની સમીક્ષા કરી છે. અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની સુરક્ષા વધારવામાં આવી છે.

PM Modi Birthday: PM મોદીના 76મા જન્મદિવસ પર અક્ષય કુમાર, ચિરંજીવી, કંગના રનૌત, અનુપમ ખેર, શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ સહિત અનેક સ્ટાર્સે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી છે.

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થીના શુભ તહેવારને લઈને બોલીવુડમાં ઉત્સાહ જોવા મળે છે, આ સ્ટાર્સે ઘરે ભગવાનનું સ્વાગત કર્યું છે.

Haiwaan Box Office: અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મચ અવેટેડ ફિલ્મ ‘હૈવાન’ 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

Alien World : બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર હવે દર્શકોને એકદમ નવી અને અનોખી દુનિયાની સફર કરાવવા માટે તૈયાર છે.

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને ફિલ્મમેકર અહમદ ખાને તેમની આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' અંગે વાત કરતાં ફિલ્મની વિશાળ સ્ટાર કાસ્ટ, શૂટિંગના અનુભવો અને મલ્ટી-સ્ટારર ફિલ્મોની પડકારસભર પ્રક્રિયા વિશે રસપ્રદ માહિતી આપી. આ દરમિયાન અક્ષય કુમારે ફિલ્મોની સફળતા, ટીમવર્ક અને સિનેમાના બદલાતા પરિપ્રેક્ષ્ય અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.

અક્ષય કુમારની બહુચર્ચિત કોમેડી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ ફિલ્મ હવે 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલાં ફિલ્મના નિર્માતાઓએ કમાણી વધારવા માટે એક ખાસ રણનીતિ અપનાવી છે, જે હાલમાં બોલિવૂડમાં નવો ટ્રેન્ડ બની રહી છે.

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત કોમેડી-એન્ટરટેઇનર ફિલ્મ *'વેલકમ ટુ ધ જંગલ'*નો ટ્રેલર આશરે 4 મિનિટ 10 સેકન્ડ લાંબા ટ્રેલરમાં સ્ટાર્સની મોટી ફોજ જોવા મળે છે, જે દર્શકોને હાસ્ય અને મનોરંજનનો ડબલ ડોઝ આપવાની તૈયારીમાં છે. ટ્રેલરની શરૂઆત પરેશ રાવલથી થાય છે, જે એક ફિલ્મ બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. ત્યારબાદ ફિલ્મના તમામ પાત્રોનો પરિચય કરાવવામાં આવે છે અને જંગલમાં શરૂ થાય છે એક અનોખું સાહસ.