Alien World માં Akshay Kumar ની ધમાકેદાર એન્ટ્રી, ‘સમુક’ બની રહી છે મેગા ફિલ્મ



Alien World
Alien World માં Akshay Kumar ની ધમાકેદાર એન્ટ્રી, ‘સમુક’ બની રહી છે મેગા ફિલ્મ



Alien World
Alien World : અક્ષય કુમાર અભિનીત એલિયન એક્શન-થ્રિલર ફિલ્મ ‘સમુક’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. વિપુલ અમૃતલાલ શાહ અને કનિષ્ક વર્મા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ ફિલ્મને મોટા પાયે પેન-ઇન્ડિયન થિયેટ્રિકલ પ્રોજેક્ટ તરીકે બનાવવામાં આવી રહી છે.
સમુક’માં અક્ષય કુમાર પહેલીવાર એવી દુનિયામાં જોવા મળશે, જ્યાં એલિયન માયથોલોજી, સર્વાઇવલ હોરર અને મિલિટરી રિયલિઝમનું અનોખું મિશ્રણ જોવા મળશે.
આંતરરાષ્ટ્રીય ક્રિચર ટીમ સાથે અક્ષય કુમાર
ફિલ્મની વાર્તા અને તેની દુનિયા પર છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું હતું. મેકર્સનો પ્રયાસ ભારતીય સિનેમામાં એક નવી પ્રકારની સર્વાઇવલ-એક્શન થ્રિલર રજૂ કરવાનો છે. ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે કનિષ્ક વર્મા ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.
આશિન એ. શાહ સહ-નિર્માતા તરીકે પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. ફિલ્મનું પ્રોડક્શન આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે અને તેના માટે વિદેશી ક્રિચર તથા સ્ટંટ નિષ્ણાતોની ટીમને પણ સામેલ કરવામાં આવી છે.
અક્ષય કુમારની ‘સમુક’ ફ્લોર પર
‘સમુક’ની સૌથી મોટી ખાસિયતોમાંની એક ફિલ્મનો મુખ્ય એલિયન છે. ઓસ્કર માટે નોમિનેટ થયેલા ક્રિચર ઇફેક્ટ્સ ડિઝાઇનર એલેક્સ ગિલિસે ફિલ્મના મુખ્ય એલિયનનું ડિઝાઇનિંગ કર્યું છે. ગિલિસ ‘એલિયન’ અને ‘પ્રિડેટર’ જેવી જાણીતી ફ્રેન્ચાઇઝી ઉપરાંત ‘એલિયન: રોમ્યુલસ’ સાથે પણ કામ કરી ચૂક્યા છે.
તેમના અનુભવને કારણે ફિલ્મના ક્રિચર ડિઝાઇનને લઈને દર્શકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મના એક્શનને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવી રહ્યું છે. બ્રિટિશ એક્શન ડિરેક્ટર લ્યુક ટમ્બર ફિલ્મ સાથે જોડાયેલા છે. તેઓ એક્શન સિક્વન્સ ડિઝાઇન કરવાની સાથે તેના દિગ્દર્શનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ભારતીય સિનેમામાં નવી એલિયન દુનિયાની શરૂઆત!
મેકર્સના જણાવ્યા પ્રમાણે, ‘સમુક’ માત્ર સામાન્ય એક્શન ફિલ્મ નહીં પરંતુ એક સંપૂર્ણ નવી દુનિયાનો અનુભવ આપવાનો પ્રયાસ છે. અક્ષય કુમારની સ્ટાર પાવર સાથે આંતરરાષ્ટ્રીય ક્રિચર અને એક્શન ટીમનું જોડાણ ફિલ્મને વધુ મહત્વાકાંક્ષી બનાવે છે. હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે ત્યારે અક્ષય કુમારના ચાહકોમાં ‘સમુક’ને લઈને ઉત્સુકતા વધી છે. ફિલ્મ ભારતીય સિનેમામાં એલિયન અને સર્વાઇવલ આધારિત વાર્તાને કેટલું નવું સ્વરૂપ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો : Ankleshwar : પંડવાઈ સુગર ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલનો દબદબો, 16માંથી 14 બેઠકો બિનહરીફ થઈ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



