Koffee With Karan 9: 'કોફી વિથ કરણ 9'માં અક્ષય કુમાર અને રવિ કિશન મચાવશે ધૂમ, એક્ટરે કર્યો મોટો ખુલાસો!

Koffee With Karan 9: 'કોફી વિથ કરણ 9'ના નવા પ્રોમોમાં અક્ષય કુમાર અને રવિ કિશનની મસ્તી જોવા મળી રહી છે. બંને કલાકારો સાથે ડાન્સ કરીને દર્શકોને હસાવશે.
Nancy Shukal
Nancy Shukal
Koffee With Karan: અક્ષય કુમાર અને રવિ કિશન મચાવશે ધૂમKoffee With Karan: અક્ષય કુમાર અને રવિ કિશન મચાવશે ધૂમ

Koffee With Karan: અક્ષય કુમાર અને રવિ કિશન મચાવશે ધૂમ

Koffee With Karan 9: બોલીવુડના પોપ્યુલર ચેટ શો 'કોફી વિથ કરણ 9'નો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ વખતે શોના કાઉચ પર બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અને ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર રવિ કિશન સાથે જોવા મળશે. બંને કલાકારોની મસ્તી અને ફની વાતચીતની ઝલક પ્રોમોમાં જોવા મળી રહી છે. આ પ્રોમો સામે આવ્યા બાદ દર્શકોમાં એપિસોડને લઈને ઉત્સુકતા વધી છે.

અક્ષય કુમારે જ આપ્યું હતું રવિ કિશનનું નામ

શોના મેકર્સે પ્રોમો શેર કરીને ખુલાસો કર્યો છે કે આ ખાસ એપિસોડ માટે અક્ષય કુમારે પોતે રવિ કિશનનું નામ સૂચવ્યું હતું. ફિલ્મમેકર અને શોના હોસ્ટ કરણ જોહરે રવિ કિશનને GEN Zના ફેવરિટ ગણાવ્યા છે. આ સાથે અક્ષય કુમારે પણ રવિના લોકપ્રિય ડાન્સની પ્રશંસા કરી હતી.

પ્રોમોમાં બંને કલાકારો વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે. અક્ષયની હાજરજવાબી અને રવિ કિશનની આગવી ફની સ્ટાઈલ દર્શકોને હસાવવા માટે તૈયાર છે. તેમની વાતચીતમાં મજાક, રસપ્રદ ખુલાસા અને મનોરંજક વન-લાઈનર્સની ઝલક જોવા મળી રહી છે.

View post on Instagram

રવિ કિશનના ડાન્સ સ્ટેપ્સ પર ઝૂમ્યા અક્ષય

પ્રોમોમાં કરણ જોહર રવિ કિશનની જાણીતી 'બિહાર કા બ્રેડ પિટ' કોમેન્ટનો ઉલ્લેખ કરે છે, જેને સાંભળીને રવિ હસી પડે છે. ત્યારબાદ અક્ષય કુમાર રવિના વાયરલ ડાન્સ સ્ટેપ્સ શીખવાની ઈચ્છા વ્યક્ત કરે છે. બંને કલાકારો સાથે મળીને રવિના લોકપ્રિય ડાન્સ સ્ટેપ્સ કરતા જોવા મળે છે. આ ફની મોમેન્ટ પ્રોમોનું ખાસ આકર્ષણ બની છે.

ક્યારે અને ક્યાં જોઈ શકાશે એપિસોડ?

'કોફી વિથ કરણ 9'નો આ સાતમો એપિસોડ બુધવારે સાંજે 7 વાગ્યે જિયો હોટસ્ટારના 'ધ પીકોક હબ' પર સ્ટ્રીમ થશે. મેકર્સના જણાવ્યા અનુસાર, શોની આ નવમી સિઝન છેલ્લી સિઝન છે અને તેના નવા એપિસોડ દર બુધવારે રિલીઝ થાય છે.

તમને જણાવી દઈએ કે આ પહેલાં સિઝનના છઠ્ઠા એપિસોડમાં એક્ટ્રેસ અનન્યા પાંડે અને બિઝનેસવુમન અનન્યા બિરલા સાથે જોવા મળ્યાં હતાં. હવે અક્ષય કુમાર અને રવિ કિશનની જોડી શોમાં એન્ટરટેઈનમેન્ટનો ડોઝ તૈયાર છે.

આ પણ વાંચો: Monster: 'મોન્સ્ટર'માં સલમાન ખાનની મુશ્કેલીઓ વધારશે નયનતારા! પત્ની બનીને જ કરશે ધરપકડ?