Amitabh Bachchan: ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ બાદ અમિતાભ-અક્ષયની સુરક્ષા વધારી


ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ બાદ અમિતાભ-અક્ષયની સુરક્ષા વધારી
Amitabh Bachchan: ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ બાદ અમિતાભ-અક્ષયની સુરક્ષા વધારી


ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ બાદ અમિતાભ-અક્ષયની સુરક્ષા વધારી
Amitabh Bachchan: મુંબઈમાં એક્ટર ટાઈગર શ્રોફની કાર પર થયેલી ફાયરિંગની ઘટના બાદ બોલીવુડમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે મળી રહેલી ધમકીઓ અને ફાયરિંગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ફિલ્મી સ્ટાર્સની સુરક્ષાની સમીક્ષા શરૂ કરી છે.
આ અંતર્ગત 2 મોટા બોલીવુડ સ્ટાર્સની સુરક્ષા Y+ કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવી હોવાના સમાચાર છે. આ સિવાય અનેક કલાકારોના ઘરો અને જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.
અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની સુરક્ષા વધારાઈ
મુંબઈ પોલીસની સુરક્ષા સમીક્ષામાં બોલીવુડના સ્ટાર અમિતાભ બચ્ચન અને એક્ટર અક્ષય કુમારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અક્ષય કુમારના જુહુ સ્થિત નિવાસસ્થાનની બહાર સશસ્ત્ર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અગાઉ તેમના ઘરમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી હતી. ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસની તપાસ દરમિયાન અક્ષય કુમારનું નામ પણ સંભવિત નિશાના પર રહેલા કલાકારોમાં ચર્ચાયું છે.
બીજી તરફ અમિતાભ બચ્ચનની સુરક્ષામાં પણ સાવચેતીના ભાગરૂપે વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન 'જલસા'ની બહાર યોજાતા રવિવારના જનતા દરબાર દરમિયાન તેઓ બુલેટપ્રૂફ ગ્લાસના સુરક્ષા કવચ પાછળ જોવા મળ્યા હતા. આ દરમિયાન આસપાસ વધારાના સુરક્ષાકર્મીઓ પણ તૈનાત જોવા મળ્યા હતા.
સલમાન ખાનની સુરક્ષા પહેલેથી જ મજબૂત
એક્ટર સલમાન ખાનની સુરક્ષા અગાઉથી જ કડક છે. તેમના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગની ઘટના બાદ બાલ્કની અને બારીઓ પર બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યા છે. સલમાન ખાનને પહેલેથી જ Y+ સુરક્ષા આપવામાં આવી છે. તેમના કાફલામાં બુલેટપ્રૂફ વાહનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ટાઈગર શ્રોફ કેસ બાદ તેમના નિવાસસ્થાનની આસપાસ પણ સતર્કતા વધારવામાં આવી છે.
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં એક આરોપીની ધરપકડ
આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 14 નવેમ્બરે સાઉથ મુંબઈના આગ્રીપાડા વિસ્તારમાંથી થાણેના રહેવાસી ગણેશ લાંડગેની ધરપકડ કરી હતી. તેની પાસેથી 2 દેશી પિસ્તોલ અને 19 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. વ્યવસાયે ડ્રાઈવર ગણાતા આ આરોપીની ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ સાથે સંડોવણી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. તેની સાથે રહેલા અમર, વસીમ અને અન્ય એક અજાણ્યા શખ્સની પોલીસ શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર બોલીવુડની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: Shah Rukh Khan: શાહરૂખ ખાનની 'કિંગ'ની સ્ટોરી રિલીઝ પહેલાં લીક? આ ફિલ્મ સાથે છે કનેક્શન!




