Get News Alerts

Never miss breaking news updates.

Haiwaan Box Office: અક્ષય-સૈફની ‘હૈવાન’ની ધીમી શરૂઆત, પહેલા દિવસે માત્ર ₹3 કરોડની કમાણી; ‘મિર્ઝાપુર’નો પડકાર યથાવત

Haiwaan Box Office: અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મચ અવેટેડ ફિલ્મ ‘હૈવાન’ 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 12 Sep 2026 10:53 AM IST
Haiwaan Box Office: અક્ષય-સૈફની ‘હૈવાન’ની ધીમી શરૂઆત, પહેલા દિવસે માત્ર ₹3 કરોડની કમાણી; ‘મિર્ઝાપુર’નો પડકાર યથાવતHaiwaan Box Office: અક્ષય-સૈફની ‘હૈવાન’ની ધીમી શરૂઆત, પહેલા દિવસે માત્ર ₹3 કરોડની કમાણી; ‘મિર્ઝાપુર’નો પડકાર યથાવત

Haiwaan Box Office

Haiwaan Box Office: અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મચ અવેટેડ ફિલ્મ ‘હૈવાન’ 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. 18 વર્ષ બાદ બંને કલાકારો ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળ્યા છે, જેના કારણે ફિલ્મ પાસેથી સારી શરૂઆતની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જોકે, શરૂઆતના બોક્સ ઓફિસ આંકડા કંઈક અલગ જ તસવીર રજૂ કરી રહ્યા છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર ‘હૈવાન’એ ભારતમાં પહેલા દિવસે આશરે ₹3 કરોડનો નેટ કલેક્શન કર્યો છે અને ફિલ્મની ઓક્યુપન્સી પણ માત્ર 11 ટકાની આસપાસ રહી હતી. આ આંકડા શરૂઆતના છે અને ફાઇનલ કલેક્શનમાં ફેરફાર થઈ શકે છે.

પહેલા દિવસે ‘હૈવાન’ની કમાણી કેટલી?

સેકનિલ્કના પ્રારંભિક આંકડા અનુસાર ‘હૈવાન’ના પહેલા દિવસે આશરે 7 હજારથી વધુ શો હતા અને સમગ્ર ભારતમાં ઓક્યુપન્સી લગભગ 11 ટકા રહી. સવારે શોમાં દર્શકોની હાજરી ઓછી હતી, જ્યારે સાંજ અને રાત્રિના શોમાં ઓક્યુપન્સીમાં થોડો વધારો જોવા મળ્યો. રાત્રે 10:30 વાગ્યા સુધી ફિલ્મનું કલેક્શન લગભગ ₹3 કરોડ સુધી પહોંચ્યું હતું.

‘મિર્ઝાપુર: ધ મૂવી’ સામે ટક્કર

‘હૈવાન’ને બોક્સ ઓફિસ પર પહેલેથી જ મજબૂત ચાલી રહેલી ‘મિર્ઝાપુર: ધ મૂવી’નો પડકાર પણ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અક્ષય અને સૈફની ફિલ્મ માટે વીકએન્ડનું કલેક્શન ખૂબ મહત્વપૂર્ણ બની ગયું છે. હવે જોવાનું રહેશે કે શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણીમાં કેટલો ઉછાળો આવે છે.

‘ઓપ્પમ’ની હિન્દી રીમેક છે ‘હૈવાન’

પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત ‘હૈવાન’ તેમની જ 2016ની હિટ મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ની હિન્દી રીમેક છે. મૂળ ફિલ્મમાં મોહનલાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. હિન્દી વર્ઝનમાં સૈફ અલી ખાન એક દૃષ્ટિહીન પાત્રની ભૂમિકામાં છે, જ્યારે અક્ષય કુમાર નેગેટિવ રોલમાં જોવા મળે છે. ફિલ્મમાં સૈયામી ખેર, શ્રિયા પિલગાંવકર અને બોમન ઈરાની સહિતના કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.

અક્ષયને વિલનના રોલમાં કેમ કાસ્ટ કર્યા?

ફિલ્મ રિલીઝ પહેલાં પ્રિયદર્શને અક્ષય કુમારને વિલન તરીકે કાસ્ટ કરવા અંગે વાત કરી હતી. તેમના મતે દરેક ફિલ્મમાં કલાકારને એક જ પ્રકારના રોલમાં બતાવવો જરૂરી નથી અને અક્ષયને અલગ અંદાજમાં રજૂ કરવાની આ એક તક હતી. આ ફિલ્મમાં અક્ષયનો નેગેટિવ અવતાર દર્શકો માટે ખાસ આકર્ષણ બન્યો છે.

મોહનલાલનો કેમિયો પણ ખાસ

‘હૈવાન’ની બીજી ખાસિયત છે મોહનલાલનો કેમિયો. મૂળ મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’માં મુખ્ય ભૂમિકા ભજવનારા મોહનલાલ હવે તેના હિન્દી રીમેકમાં પણ ખાસ ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મનું નિર્દેશન અને સહ-લેખન પ્રિયદર્શને કર્યું છે.

હવે વીકએન્ડ પર નજર

પહેલા દિવસે ધીમી શરૂઆત બાદ હવે ‘હૈવાન’ માટે શનિવાર અને રવિવારના આંકડા નિર્ણાયક બનશે. અક્ષય-સૈફની જોડી, પ્રિયદર્શનનું દિગ્દર્શન અને મોહનલાલનો કેમિયો હોવા છતાં શરૂઆતમાં ફિલ્મને અપેક્ષા પ્રમાણે દર્શકો મળ્યા નથી. હવે વીકએન્ડમાં માઉથ પબ્લિસિટી અને વધતી ઓક્યુપન્સી ફિલ્મને કેટલો ફાયદો કરાવે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : Ganesh Chaturthi 2026: દોઢ દિવસ, 3, 5, 7 કે 10 દિવસ? ઘરે ગણપતિ રાખવાની કઈ પરંપરા છે શુભ, જાણો શું કહે છે ધાર્મિક માન્યતા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.