Akshay Kumar’s Samuk: અક્ષય કુમારની 'સમુક'ની રિલીઝ ડેટ જાહેર, એલિયન કે ખતરનાક જીવ સાથે થશે ટક્કર? જાણો

Akshay Kumar’s Samuk: અક્ષય કુમારની સાયન્સ ફિક્શન ફિલ્મ 'સમુક' 28 મે, 2027ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં એક્ટર એલિયન કે ખતરનાક જીવ સામે લડતા જોવા મળી શકે છે.
Nancy Shukal
Nancy Shukal
Akshay Kumar’s Samuk: અક્ષય કુમારની 'સમુક'ની રિલીઝ ડેટ જાહેરAkshay Kumar’s Samuk: અક્ષય કુમારની 'સમુક'ની રિલીઝ ડેટ જાહેર

Akshay Kumar’s Samuk: અક્ષય કુમારની 'સમુક'ની રિલીઝ ડેટ જાહેર

Akshay Kumar’s Samuk: બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર ફરી એકવાર કંઈક અલગ અંદાજમાં દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. એક્ટર લાંબા સમયથી પોતાની આગામી ફિલ્મ 'સમુક'ને લઈને ચર્ચામાં છે. આ એક સાયન્સ ફિક્શન એલિયન સર્વાઈવલ ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર પહેલીવાર આ પ્રકારના નવા જોનરમાં જોવા મળશે. હવે એક્ટરે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતાં ફેન્સની ઉત્સુકતા વધારી દીધી છે.

અક્ષય કુમારે 16 નવેમ્બરે સોશિયલ મીડિયા પર ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં તે મિલિટરી સ્ટાઈલના અવતારમાં જોવા મળે છે. તેના હાથમાં રાઈફલ છે અને તેઓ કોઈ નિશાન પર બંદૂક તાકતા નજરે પડે છે. પોસ્ટરમાં અક્ષયની ઝલક પહેલાં એક ભયાનક જીવની પણ ઝલક બતાવવામાં આવી છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, 'મિશન માનવીય છે, પરંતુ દુશ્મનો માનવી નથી.'

અક્ષય કુમાર કોની સાથે ટકરાશે?

ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરતાં અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું હતું કે, 'દુશ્મન માણસો નથી, પરંતુ લડાઈ માનવતા માટે જ છે અને પાછળ હટવાનો કોઈ વિકલ્પ નથી.' અક્ષયના આ સંવાદથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં તે માનવતાને બચાવવા માટે લડતા જોવા મળશે. પરંતુ તેની ટક્કર કોની સાથે થશે તે અંગે મેકર્સે હજુ સુધી સત્તાવાર ખુલાસો કર્યો નથી. ફિલ્મના સાયન્સ ફિક્શન અને એલિયન સર્વાઈવલ જોનરને ધ્યાનમાં રાખતાં એવું માનવામાં આવે છે કે અક્ષયનો સામનો એલિયન અથવા કોઈ ખતરનાક જીવ સાથે થઈ શકે છે.

View post on Instagram

28 મે, 2027ના રોજ થિયેટરમાં થશે રિલીઝ

અક્ષય કુમારે મોશન પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. 'સમુક' 28 મે, 2027ના રોજ દેશભરના થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન કનિષ્ક વર્માએ કર્યું છે, જ્યારે વિપુલ અમૃતલાલ શાહે તેનું નિર્માણ કર્યું છે.

અક્ષય કુમાર અને વિપુલ શાહ અગાઉ પણ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. બંનેની જોડી 'આંખે', 'નમસ્તે લંડન', 'સિંહ ઇઝ કિંગ' અને 'એક્શન રિપ્લે' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. વર્ષ 2010માં આવેલી 'એક્શન રિપ્લે' બાદ હવે બંને લગભગ 17 વર્ષ પછી ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છે.

હવે જોવાનું રહેશે કે અક્ષય કુમારની આ નવી સાયન્સ ફિક્શન ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો જાદુ ચલાવે છે અને દર્શકોને તેમનો નવો અવતાર કેટલો પસંદ આવે છે.

આ પણ વાંચો: Tiger Shroff Comeback: ફાયરિંગ ઘટનાના 29 દિવસ બાદ ટાઈગર શ્રોફનું ધમાકેદાર કમબેક, બહેન કૃષ્ણાએ કહ્યું- 'તે પાછો આવી ગયો...'