
Surat : સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા માર્ગ અકસ્માતોના આંકડાને ધ્યાનમાં રાખીને હવે પોલીસ અને RTO દ્વારા અકસ્માત નિવારણ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Rajkot : રાજકોટના પારેવડી ચોક વિસ્તારમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. આઈશર ટેમ્પોના ચાલકે અચાનક અનેક વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

Gurugram Hit and Run Case : ગુરુગ્રામમાં ગોલ્ફ કોર્સ રોડ પર મહિલા બાઈકરને કારથી ટક્કર મારવાના હિટ-એન્ડ-રન કેસમાં કોર્ટે બંને આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

Bharuch Drunk Driving Accident: ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર વિસ્તારમાં મહાદેવ મંદિર નજીક બેફામ કારચાલકે અનેક રાહદારીઓ અને વાહનોને અડફેટે લેતાં ભારે અફરાતફરી મચી હતી. અકસ્માતમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા તેમને...

અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી બાયપાસ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. યુનિટી હોસ્પિટલ સામે બાઇક ચાલક અજાણ્યા યુવકનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનની ટક્કરથી એક્ટિવા રસ્તા પરથી આશરે 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

રાજસ્થાનના ટોંક જિલ્લામાં નયા ગામ નજીક નેશનલ હાઈવે-52 પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં અંદાજે 25 મુસાફરો સવાર હતા.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલીયા ગામ નજીક આજે ક્રિષ્ના નર્સિંગ કોલેજની બસને અકસ્માત નડ્યો હતો. દધાલીયા ગામના તળાવ પાસે બસ અચાનક પલટી જતા બસમાં સવાર વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ, બસમાં ANM, GNM અને B.Sc. નર્સિંગના આશરે 30 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા.

વંથલી: જુનાગઢ જિલ્લાના વંથલી નજીક હોનેસ હોટલ પાસે આવેલા નેશનલ હાઈવે પર આજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, વંથલી તાલુકાના ટીનમસ ગામના રહેવાસી અબ્દુલભાઈ સીડા (ઉંમર 62 વર્ષ) અને તેમના પત્ની જેબુનબેન અબ્દુલભાઈ સીડા (ઉંમર 60 વર્ષ) જુનાગઢ તરફથી પોતાના ગામ...

મુંબઈ: મહારાષ્ટ્રના બદલાપુર વિસ્તારમાં મુંબઈ-વડોદરા હાઈવે પર રવિવારે વહેલી સવારે BMW કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, અકસ્માત સવારે લગભગ 3 વાગ્યે થયો હતો. BMW કાર ટિટવાલાથી બદલાપુર તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ અને અનેક વખત પલટી મારી હતી.

Pakistan Bus Accident: પાકિસ્તાનના મર્દાન જિલ્લામાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં સ્વાત એક્સપ્રેસવે પર એક બસ બીજા વાહન સાથે અથડાતાં 17 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એક બસ બ્રેકડાઉનને કારણે રસ્તાની બાજુમાં ઉભી હતી, ત્યારે બીજી બસે તેને ટક્કર મારી, જેના કારણે આ અકસ્માત થયો.