અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માત: મોડાસા-શામળાજી બાયપાસ પર બાઇક ચાલક યુવકનું મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી બાયપાસ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. યુનિટી હોસ્પિટલ સામે બાઇક ચાલક અજાણ્યા યુવકનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.
Rahul Desai
Rahul Desai
અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માત: મોડાસા-શામળાજી બાયપાસ પર બાઇક ચાલક યુવકનું મોતઅરવલ્લીમાં ગમખ્વાર અકસ્માત: મોડાસા-શામળાજી બાયપાસ પર બાઇક ચાલક યુવકનું મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી બાયપાસ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. યુનિટી હોસ્પિટલ સામે બાઇક ચાલક અજાણ્યા યુવકનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, બાઇક ચલાવી રહેલા યુવકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક સહિત રોડ પર પટકાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

મોડી રાત્રે અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

હાલમાં મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. પોલીસે યુવકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. યુવક કયા વિસ્તારનો રહેવાસી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મોડી રાત્રે બનેલી આ અકસ્માતની ઘટનાને પગલે બાયપાસ પર થોડા સમય માટે લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.