Get News Alerts

Never miss breaking news updates.

Rajkot : પારેવડી ચોકમાં ગંભીર અકસ્માત, આઈશર ટેમ્પો ચાલકે અનેક વાહનોને લીધા અડફેટે, 1 વ્યક્તિનું મોત

Rajkot : રાજકોટના પારેવડી ચોક વિસ્તારમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. આઈશર ટેમ્પોના ચાલકે અચાનક અનેક વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
Kunjan ShuklaUpdated on: 20 Sep 2026 05:17 PM IST
Rajkot : પારેવડી ચોકમાં ગંભીર અકસ્માત, આઈશર ટેમ્પો ચાલકે અનેક વાહનોને લીધા અડફેટે, 1 વ્યક્તિનું મોતRajkot : પારેવડી ચોકમાં ગંભીર અકસ્માત, આઈશર ટેમ્પો ચાલકે અનેક વાહનોને લીધા અડફેટે, 1 વ્યક્તિનું મોત

Rajkot

Rajkot : રાજકોટના પારેવડી ચોક વિસ્તારમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. આઈશર ટેમ્પોના ચાલકે અચાનક અનેક વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, પારેવડી ચોક વિસ્તારમાં આઈશર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ટેમ્પો ચાલકે બે રિક્ષા અને ત્રણ જેટલા બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. એકસાથે અનેક વાહનોને ટક્કર લાગતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અકસ્માતમાં ત્રણથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે પારેવડી ચોકથી હોસ્પિટલ ચોક સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. એકસાથે અનેક વાહનો અકસ્માતનો ભોગ બનતા રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે અન્ય વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતમાં સામેલ આઈશર ટેમ્પો ચાલકની અટકાયત કરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ટેમ્પો ચાલકે કયા સંજોગોમાં વાહનોને અડફેટે લીધા અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ સહિતની વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલનો રાજ્યમાં માર્ગ મકાન વિભાગના કામોને ગતિ આપવા મહત્વપૂર્ણ નિર્ણય, ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી કરાઈ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.