મુંબઈ-વડોદરા હાઈવે પર BMW કારનો ભયાનક અકસ્માત, 2ના મોત



AI Generated Images
મુંબઈ-વડોદરા હાઈવે પર BMW કારનો ભયાનક અકસ્માત, 2ના મોત



AI Generated Images
મુંબઈ: મહારાષ્ટ્રના બદલાપુર વિસ્તારમાં મુંબઈ-વડોદરા હાઈવે પર રવિવારે વહેલી સવારે BMW કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, અકસ્માત સવારે લગભગ 3 વાગ્યે થયો હતો. BMW કાર ટિટવાલાથી બદલાપુર તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ અને અનેક વખત પલટી મારી હતી.
કારના ઉડી ગયા પરખચ્ચા
અકસ્માત એટલો ભયાનક હતો કે BMW કારના પરખચ્ચા ઉડી ગયા હતા. કારના ભાગો રસ્તા પર દૂર સુધી ફેલાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
પોલીસે બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
તમામ પાસાઓની તપાસ શરૂ
બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને પુરાવા એકત્ર કર્યા છે. અકસ્માત સમયે દારૂના સેવન સહિત તમામ સંભવિત કારણોની તપાસ ચાલી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



