અરવલ્લી બ્રેકિંગ: મોડાસાના સાકરિયા પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનની ટક્કરથી એક્ટિવા રસ્તા પરથી આશરે 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
Rahul Desai
Rahul Desai
અરવલ્લી બ્રેકિંગ: મોડાસાના સાકરિયા પાસે હિટ એન્ડ રનમાં એકનું મોતઅરવલ્લી બ્રેકિંગ: મોડાસાના સાકરિયા પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનની ટક્કરથી એક્ટિવા રસ્તા પરથી આશરે 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

મળતી માહિતી મુજબ, અપંગ બાબુ ખાંટ અને ઉમેશ તરાર ત્રિચક્રી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સાકરિયા નજીક અજાણ્યા વાહને તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અજાણ્યા વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા રસ્તા પરથી ફંગોળાઈને આશરે 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં એક્ટિવા પર પાછળ બેઠેલા ઉમેશ તરારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જ્યારે એક્ટિવા ચલાવી રહેલા બાબુ ખાંટને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહનચાલકને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી છે.