
Gujarat Governor : પ્રગતિશીલ ખેડૂત રવાજી ઠાકોરના ‘આઝાદ મોડલ પ્રાકૃતિક ફાર્મ’ની મુલાકાત લઈ ખેતીની પદ્ધતિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને તેના વ્યવહારુ ઉપયોગ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.

Kutch University Convocation 2026: કચ્છ યુનિવર્સિટીમાં 16મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં કુલ 6,989 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે...

અણિયોડ પ્રાથમિક શાળાના મેદાન ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિદિવસ યોગાભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર વધે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે.

National Teachers Day 2026 Gujarat: રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો અર્પણ કરીને સમાજના ઘડવૈયા એવા શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી...

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ ખાતે શાળાના વિદ્યાર્થીઓ સાથે વહેલી સવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી પ્રાણાયામ કર્યા હતા તથા 'ઓમકાર' નાદ અને ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે યોગાભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગ અને પ્રાણાયામથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, તંદુરસ્તી જળવાય છે અને મન એકાગ્ર બને છે.

Gujarat Vidyapith Convocation: અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ...

સુરત: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેમણે બારડોલી તાલુકાના ટીંબરવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત...

Amreli: 80 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમરેલીમાં દેશભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘અમૃત ગાથા અમરેલી’ નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ૨૦૦થી વધુ કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.

Gujarat Assembly Monsoon Session 2026: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના નવમા સત્રનું સત્તાવાર આહ્વાન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યનું ચોમાસુ સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે. રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલી ગેઝેટ સૂચના મુજબ, ભારતીય સંવિધાનની જોગવાઈઓ હેઠળ ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર મંગળવાર, 8 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે...

Drug Free Youth Campaign Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા શપથ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ અભિયાનનો રાજ્યસ્તરીય કાર્યક્રમ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોને નશા સામે લડતનું નેતૃત્વ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે નશામુક્ત, સ્વસ્થ...

ભાવનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું, ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો અને પરંપરાગત કૃષિ સંસ્કૃતિને જીવંત રાખવાના સંદેશ સાથે જાતે હળ ચલાવી કૃષિ કાર્યમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ‘એક પેડ...

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા હતા.

અમદાવાદ: ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસના હેતુથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિના આગમન પ્રસંગે એરપોર્ટ પર રાજ્યના પ્રોટોકોલ મુજબ તેમનું ખૂબ જ ઉષ્માભર્યું અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના સ્વાગત માટે એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ...