ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 થી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે, રાજ્યપાલે નવમા સત્રનું કર્યું આહ્વાન

Gujarat Assembly Monsoon Session 2026: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના નવમા સત્રનું સત્તાવાર આહ્વાન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યનું ચોમાસુ સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે. રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલી ગેઝેટ સૂચના મુજબ, ભારતીય સંવિધાનની જોગવાઈઓ હેઠળ ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર મંગળવાર, 8 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે...
Rupin Bakraniya
Rupin Bakraniya
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 થી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે, રાજ્યપાલે નવમા સત્રનું કર્યું આહ્વાનગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 થી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે, રાજ્યપાલે નવમા સત્રનું કર્યું આહ્વાન

Gujarat Assembly Monsoon Session 2026: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના નવમા સત્રનું સત્તાવાર આહ્વાન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યનું ચોમાસુ સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે.

રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલી ગેઝેટ સૂચના મુજબ, ભારતીય સંવિધાનની જોગવાઈઓ હેઠળ ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર મંગળવાર, 8 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 12:00 વાગ્યે ગાંધીનગર ખાતે શરૂ થશે.

ત્રણ દિવસીય આ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ, સરકારી કામગીરી, વિકાસલક્ષી યોજનાઓ તેમજ જનહિતના પ્રશ્નો પર ચર્ચા થવાની શક્યતા છે. સરકાર દ્વારા વિવિધ વિધેયકો રજૂ કરવામાં આવે તેવી પણ સંભાવના છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સત્રની તારીખોની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું કે તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.