Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો યોગાભ્યાસ, સદાચાર અને પ્રકૃતિમય જીવન અપનાવવા કર્યું આહ્વાન

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ ખાતે શાળાના વિદ્યાર્થીઓ સાથે વહેલી સવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી પ્રાણાયામ કર્યા હતા તથા 'ઓમકાર' નાદ અને ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે યોગાભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગ અને પ્રાણાયામથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, તંદુરસ્તી જળવાય છે અને મન એકાગ્ર બને છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 31 Aug 2026 04:11 PM IST
1 / 6
Gallery Image 1

રાજ્યપાલે વિદ્યાર્થીઓને જીવનમાં પરિશ્રમ, શિસ્ત અને સકારાત્મક અભિગમ અપનાવવા પ્રેરણા આપી હતી

2 / 6
Gallery Image 2

યોગાભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં રાજ્યપાલે ડિજિટલ સ્ક્રીનની આભાસી દુનિયાથી દૂર રહી માતા-પિતા અને ગુરુજનોએ દર્શાવેલા વાસ્તવિક જીવનના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો

3 / 6
Gallery Image 3

ડિજિટલ સ્ક્રીન આભાસી શુદ્ધ આહાર, સદગુણો અને દૈનિક પ્રાણાયામ જ સફળતાની ચાવી : આચાર્ય દેવવ્રતજી

4 / 6
Gallery Image 4

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ ખાતે શાળાના વિદ્યાર્થીઓ સાથે વહેલી સવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોગાભ્યાસ કર્યો હતો

5 / 6
Gallery Image 5

રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી પ્રાણાયામ કર્યા હતા તથા 'ઓમકાર' નાદ અને ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે યોગાભ્યાસ પૂર્ણ કર્યો હતો

6 / 6
Gallery Image 6

ભૂલ છુપાવવી એ જ બરબાદીનો માર્ગ, ભૂલો સ્વીકારી વડીલોનું સાચું માર્ગદર્શન મેળવવા રાજ્યપાલનો અનુરોધ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.