રાષ્ટ્રીય શિક્ષક દિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો આપ્યો


National Teachers Day 2026 Gujarat
રાષ્ટ્રીય શિક્ષક દિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો આપ્યો


National Teachers Day 2026 Gujarat
National Teachers Day 2026 Gujarat: રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો અર્પણ કરીને સમાજના ઘડવૈયા એવા શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. દર વર્ષે 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા શિક્ષકોના કલ્યાણ અને સન્માન માટે શિક્ષક કલ્યાણ નિધિમાં અંશદાન આપવાની પરંપરા છે.

વિદ્યાર્થીઓ સાથે રાજ્યપાલનો સ્નેહસભર સંવાદ
શિક્ષક કલ્યાણ નિધિનો ફાળો એકત્રિત કરવા ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ લોકભવન ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓ સાથે સ્નેહસભર સંવાદ કર્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે મનુષ્યના જીવનમાં શિક્ષણનું સૌથી વધુ મહત્વ છે અને શિક્ષણ દ્વારા જ મનુષ્યનો સાચો તથા સર્વાંગી વિકાસ શક્ય બને છે. તેમણે બાળકોને મન લગાવીને અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી.


શિક્ષણ સાથે સંસ્કાર અને સ્વાસ્થ્ય પણ જરૂરી
આચાર્ય દેવવ્રતે બાળકોને શિક્ષણની સાથે ઉત્તમ નૈતિક સંસ્કારો અને સ્વાસ્થ્ય કેળવવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ સારા સંસ્કાર અને સ્વસ્થ જીવનશૈલી પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી, ડેપ્યુટી કલેક્ટર નિહારિકા સુવેરા, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. પીયુષભાઈ પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક હાર્દિકકુમાર પટેલ સહિત વિવિધ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.




