Kutch Universityનો 16મો પદવીદાન સમારોહ યોજાયો, 6,989 વિદ્યાર્થીઓને પદવી એનાયત



Kutch University Convocation 2026
Kutch Universityનો 16મો પદવીદાન સમારોહ યોજાયો, 6,989 વિદ્યાર્થીઓને પદવી એનાયત



Kutch University Convocation 2026
Kutch University Convocation 2026: કચ્છ યુનિવર્સિટીમાં 16મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં કુલ 6,989 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા 43 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે 27 પીએચડી પૂર્ણ કરનારા સંશોધકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલના હસ્તે ઈ-લાઇબ્રેરી અને સ્કિલ સેન્ટરનું લોકાર્પણ
પદવીદાન સમારોહ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કચ્છ યુનિવર્સિટીમાં નમો ઈ-લાઇબ્રેરી અને સ્કિલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓથી સજ્જ ઈ-લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને સંશોધનનાં નવા દ્વાર ખોલશે.

ઈ-લાઇબ્રેરીમાં INFLIBNET અને ONOS જેવી ઈ-રિસોર્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓને ઈ-જર્નલ્સ, ઈ-બુક્સ અને વિવિધ સંશોધન સામગ્રીનો લાભ મળશે. આ સુવિધાઓથી ઉચ્ચ શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓને વધુ વેગ મળવાની આશા છે.

યુવાનોને નીતિમત્તા અને સમર્પણ સાથે આગળ વધવા હાકલ
સમારોહને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુવાનોને નીતિમત્તા, સમર્પણ અને સેવા ભાવના સાથે જીવનમાં આગળ વધવા અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને વ્યક્તિગત સફળતાની સાથે રાષ્ટ્રની ઉન્નતિને પ્રાધાન્ય આપવા અને સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
તેમણે યુવાનોને પર્યાવરણ અને સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃત રહેવા પણ પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, જળસંચય અને નશામુક્તિનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
રાજ્યપાલે યુનિવર્સિટી પરિસરમાં કર્યું વૃક્ષારોપણ
પદવીદાન સમારોહ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ યુનિવર્સિટી પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવાની સાથે શિક્ષણ, સંશોધન, કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્રનિર્માણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




